Tapimitra News-ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે રાજ્યમાં નવા ૨૫ કેસ નોંધાયા હતા. જ્યારે આજે સાંજ સુધીમાં બીજા ૨૩ નવા કેસ નોંધાતા કુલ આંકડો ૫૧૬ પર પહોંચ્યો છે. અમદાવાદ અને વડોદરા કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં ૧૬ કેસ, વડોદરામાં ૬ કેસ અને આણંદમાં ૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો ૨૨૮ પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં કુલ ૧૦૧ કેસ નોંધાયા છે. સુરતમાં કુલ ૨૮ કેસ નોંધાયા છે. રાજકોટમાં ૧૮ કેસ, ભાવનગરમાં ૨૩ કેસ, કચ્છમાં ૪ કેસ, ગીર સોમનાથમાં ૨ કેસ, પોરબંદરમાં ૩ કેસ, પંચમહાલમાં ૧ કેસ, પાટણમાં ૧૪ કેસ, છટાઉદેપુર અને આંણદમાં ૮-૮ કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો ૫૧૬ પર પહોંચ્યો છે. જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોનાના કારણે આજે ૧ મહિલાનું મોત થયું છે. જ્યારે ૪ લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ૪૪૪ દર્દીઓ સ્ટેબલ છે.આ ઉપરાંત ૪૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૪ પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦૧૨ ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જેમાથી ૪૮ કેસ પોઝિટીવ આવ્યા છે અને ૧૬૩૨ કેસ નેગેટીવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૭૧૫ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૧૬ લોકોના કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૧૦૮૬૭ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. ત્યારે કુલ ૩૩૨ લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું હજુ બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application