Tapimitra News-સમગ્ર ગુજરાત લોકડાઉન ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આજે રાજ્યમાં લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ અંગે સચિવ અશ્વિની કુમારે મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.ગુજરાતમાં વધુમાં વધુ દર્દીઓની ઓળખ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કિસાન યોજના હેઠળ ૪૭ લાખ ૮૧ હજાર ખેડૂતોને રૂ.૨૦૦૦ નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે અને રૂ. ૧,૧૮૨ કરોડના ખર્ચે ગરીબોને અનાજ પહોંચાડવામાં આવશે.અશ્વિની કુમારે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતને ૩૯૫૦ કરોડનો લાભ મળશે. ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા ત્રણ લાખ જેટલા લોકોને અન્નબ્રહ્મ યોજનામાં રાશન આપવામાં આવ્યું. સરકાર કોરોનાની મહામારી પાછળ ૬૨૮૦ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. આ સિવાય એપીએલ ૧ કાર્ડ ધારકોને પણ અનાજ મફતમાં આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application