ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાના ટેન્ડરો દ્રારા આજે જીલ્લા સેવા સદન અને શાકભાજી માર્કેટ ના સ્થાને સેનેટાઈઝર નો છંટકાવ કરી ડીસઈન્ફેકશન ની કામગીરી બજાવવા મા આવી હતી, કોરોના વાયરસ ની વૈશ્વિક આફત સામે લડત આપી રહેલા પાલિકા કર્મચારીઓ મા હંગામી કર્મચારીઓ ની સંખ્યા મોટી છે. ટાંચા સાધનો શાથે કોરોના વાયરસ સામે લડી રહેલા હંગામી કર્મચારીઓ ને માસ્ક, સેનેટાઈઝર, ગ્લોવઝ જેવા અત્યંત જરૂરી અને પ્રાથમિક સુરક્ષા ના ઉપકરણો મળી રહે તે જરુરી છે, શાથે શાથે તેમને સમયસર પગાર ચૂકવવામાં આવે તે પણ એટલુંજ જરૂરી છે. કારણ કે નજીક ના સમય માં જ હંગામી કર્મચારીઓ ત્રણ મહીના સુધી પગાર નહીં મળતા હડતાળ નુ શસ્ત્ર ઉગામવુ પડ્યું હતું અને ત્યાર બાદ નગરપાલિકા દ્વારા બે મહીના નો પગાર ખાતા મા નાંખવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application