Tapimitra News-કોરોના વાયરસની બિમારીને અટકાવવા માટે ૨૧ દિવસનું લોકડાઉન ઉપરાંત ધી એપિડેમીક ડીસીસ એકટ કલમ ૧૪૪ અંતર્ગત જાહેરનામુ અમલમાં હોવા છતાં કેટલાક લોકો આ જાહેરનામાનો ભંગ કરતા જોવા મળે છે. આવા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે.જાહેરનામા નો ભંગ કરતા કુલ ૧૧ જણા સામે ગુનો દાખલ થયો છે તેમજ કોઈપણ કારણ વિના રસ્તાઓ પર લટાર મારવા નીકળી પડતા કેટલાક લોકોની મોટર સાયકલ ડિટેઇન કરવાની કામગીરી હાથ પણ ધરવામાં આવી છે.
તાપી જિલ્લાના સોનગઢ માં ૭ મોટર સાયકલ,વ્યારામાં ૬ મોટર સાયકલ,વાલોડમાં ૨ મોટર સાયકલ,કાકરાપાર માં ૨ મોટર સાયકલ,ઉકાઈમાં ૪ મોટર સાયકલ તેમજ ઉચ્છલ માં ૧ મોટર સાયકલ અને ૧ આઇસર ટેમ્પો મળી જિલ્લાભરમાં કુલ ૨૨ મોટર સાયકલ અને ૧ આઇસર ટેમ્પો ડીટેઇન કરવામાં આવ્યા છે અને વાહન માલિકોના નામે આરટીઓ મેમો ફાડવામાં આવ્યા છે.વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર ૯ લોકો તેમજ ઉચ્છલ માં ૨ જણા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કામગીરી કરી હતી.તાપીમાં જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનો જપ્ત કરતાં સન્નાટો છવાઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application