નવી દિલ્હી:કોરોનાના કારણે સંપૂર્ણ દેશ લોકડાઉન છે. લોકડાઉનના કારણે દેશના ભાગોમાં મજુરોએ હિજરત કર્યું છે. મજૂરોની હિજરત અંગે સુપ્રીમમાં જનહિત અરજી દાખલ કરી હતી. આ અરજી પર ફરી સુનાવણી કરવામાં આવી. કેન્દ્ર દ્વારા કોર્ટમાં રીપોર્ટ દાખલ કરીને કોરોના અને હિજરતને રોકવા માટે કરેલી વ્યવસ્થા વિશે જણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું કે, અમે એક આદેશ પસાર કરી રહ્યા છીએ કે કોરોનાની જાણકારી માટે કેન્દ્ર સરકાર ૨૪ કલાકમાં પોર્ટલ સ્થાપિત કરશે. સરકાર એ પણ સુનિશ્ચિત કરે કે જે લોકોનો પ્રવાસ તમે બંધ કર્યો છે તે દરેકનું ધ્યાન બધી રીતે રાખવામાં આવે. કેન્દ્રએ કહ્યું હાલમાં હિજરત સંપૂર્ણપણે રોકાય ગઇ છે પરંતુ જે ગયા છે તેમાં ૧૦માંથી ૩ શ્રમિકો ગામડામાં કોરોના લઇ ગયાની શકયતા છે. સુનાવણી દરમિયાન સીજેઆઇ એસ.એ.બોવડેએ ૨૪ કલાકમાં એક એકસપર્ટ કમિટિનું ગઠનનો આદેશ આપ્યો છે. આ કમિટિનું ગઠન સ્વાસ્થ્ય મંત્રાલય કરશે જે દરેક લોકોના પ્રશ્નના જવાબ આપશે. જો કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવી છે. સીજેઆઇ એસ.એ.બોવડેએ કહ્યું કે મજુરોની હિજરત રોકવામાં આવે. સાથે એ પણ સુનિશ્ચિત કરશે કે જે લોકોને તેમનું હિજરત કરવાથી રોકયા છે તે દરેકને ભોજન, રહેણાંક,પોષણ અને સ્વાસ્થ્ય સહાયતા અંગેનું ધ્યાન રાખવામાં આવે તમે એ લોકોને પણ ફોલો કરશે. તેમની ઓળખ કરવામાં આવી છે અને જેને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેની સાથે જ સુપ્રીમે કહ્યું કે હિજરતને રોકવા અને મજુરો સાથે વાતચીત માટે ૨૪ કલાકની અંદર રાજનૈતિક અને ધાર્મિક લોકોનો સમુહ બનાવામાં આવે. જે શેલ્ટર હોમમાં જાય અને મજુરો સાથે વાતચીત કરે આ ઉપરાંત શેલ્ટર હોમમાં તાલીમ કાઉન્સીલર પણ મોકલવામાં આવે. એ પહેલા સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે, અમારા દેશના સૌભાગ્યથી પ્રીમેકિટવ અને નિવારક પગલા ઉઠાવ્યા છે. નવા વાયરસ વિશે જાણકારી ૫ જાન્યુ. ૨૦૨૦ના રોજ સામે આવી આપણે ૧૭ જાન્યુઆરી ૨૦૨૦થી તૈયારી શરૂ કરી. બીજા દેશોએ જે કર્યું તેનાથી ઘણા પગલા ભર્યા. ભારતમાં કોઇપણ કેસ અંગેની માહિતીની જાણકારી મેળવ્યા પહેલા બીજા દેશોમાંથી પાછા ફરનાર વ્યકિતઓની થર્મલ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવી. કોર્ટે કેન્દ્ર તરફથી ઉઠાવેલા પગલા વિશે જણાવીને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વધુ પડતા અન્ય દેશોએ બાદમાં થર્મલ સ્ક્રીનિંગ શરૂ કરી આપણા દેશમાં અન્ય દેશોની સરખામણીએ કોરોના ઓછો ફેલાયો છે. એરપોર્ટ પર ૧૫.૫ લાખ લોકોની તપાસ કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application