લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ લોકોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં જો કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ અનેક લોકોને સારવાર લેવાની નોંબત આવી હતી. આ ફૂડ પોઈઝનીંગ ની ઘટના લીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યાં બની હતી.
લગ્ન પ્રસંગે જમણવાર પૂર્ણ થયા બાદ અચાનક ફુડ પોઈઝનીંગની અસર થતાં નાના બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 15 થી વધુ લોકોની તબીયત લથડતા તમામને સારવાર અર્થે રાણાગઢ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી અને મોડીસાંજે મળતી માહિતી મુજબ સારવાર હેઠળ રહેલ તમામ લોકોની તબીયતમાં સુધારો જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગમાં કોઈ ખાદ્ય ચીજવસ્તુ આરોગવાથી ફુડ પોઈઝનીંગની અસર થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જે મામલે આરોગ્ય વિભાગની ટીમને પણ જાણ કરતા આગળની તપાસ હાથધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application