Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની ચોથી બેઠક મળી

  • May 13, 2024 

AITIGA (આસિયાન-ઈન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સએગ્રીમેન્ટ)ની સમીક્ષા માટે ચોથી સંયુક્ત સમિતિની બેઠક 7-9 મે 2024 દરમિયાન પુત્રજયા, મલેશિયામાં યોજાઈ હતી અને તેની સહ અધ્યક્ષતા ભારતના વાણિજ્ય વિભાગના અધિક સચિવશ્રી રાજેશ અગ્રવાલ અને રોકાણ, વેપાર અને મલેશિયાના ઉદ્યોગ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ (વેપાર) સુશ્રી મસ્તુરાઅહમદમુસ્તફાએ કરી. આ ચર્ચામાં ભારત અને તમામ 10 આસિયાન દેશોના  પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. AITIGAની સમીક્ષા માટેની ચર્ચાઓને વધુ વેપાર-સુવિધાજનક અને સમગ્ર પ્રદેશમાં વ્યવસાયો માટે ફાયદાકારક બનાવવા માટે, મે 2023માં શરૂ થઈ હતી.


સમીક્ષા કાર્ય હાથ ધરતી સંયુક્ત સમિતિ અત્યાર સુધીમાં ચાર વખત મળી છે. સંયુક્ત સમિતિએ તેની પ્રથમ બે બેઠકોમાં સમીક્ષા વાટાઘાટો માટે તેના સંદર્ભની શરતો અને વાટાઘાટોના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું અને નવી દિલ્હીમાં 18-19 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાયેલી તેની ત્રીજી બેઠકમાંથી AITIGAની સમીક્ષા માટે વાટાઘાટો શરૂ કરી હતી. સમીક્ષામાં કરારના વિવિધ નીતિગત ક્ષેત્રો સાથે વ્યવહાર કરવા માટે કુલ 8 પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેમાંથી 5 પેટા સમિતિઓએ તેમની ચર્ચાઓ શરૂ કરી છે.


તમામ 5 પેટા સમિતિએ ચોથી AITIGA સંયુક્ત સમિતિને તેમની ચર્ચાઓના પરિણામોની જાણ કરી હતી. 'નેશનલ ટ્રીટમેન્ટ એન્ડ માર્કેટએક્સેસ', 'રૂલ્સઑફઑરિજિન', 'સ્ટાન્ડર્ડ્સ, ટેકનિકલ રેગ્યુલેશન્સ એન્ડ કન્ફર્મિટીએસેસમેન્ટપ્રોસિજર' અને 'કાનૂની અને સંસ્થાકીયમુદ્દાઓ' સાથે કામ કરતી સંયુક્ત સમિતિમાંથી ચાર પેટા-સમિતિઓ પણ ચોથી એઆઈટીઆઈજીએની સાથે પુત્રજયા, મલેશિયામાં ભૌતિક રીતે મળી હતી.


સેનેટરી અને ફાયટોસેનેટરી પરની પેટા સમિતિની અગાઉ 3જી મે 2024ના રોજ બેઠક મળી હતી. સંયુક્ત સમિતિએ પેટા સમિતિઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભારતના વૈશ્વિક વેપારમાં 11% હિસ્સા સાથે ASEAN ભારતના મુખ્ય વેપાર ભાગીદારોમાંનું એક છે. દ્વિપક્ષીય વેપાર 2023-24 દરમિયાન 122.67 બિલિયન અમેરિકી ડોલર હતો. AITIGAના અપગ્રેડેશનથી દ્વિપક્ષીય વેપારને વધુ વેગ મળશે. બંને પક્ષો આગામી 29-31 જુલાઈ2024 દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તામાં5મી સંયુક્ત સમિતિની બેઠક માટે મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application