Tapimitra News-વ્યાર:૧૮૧ અભયમ હેલ્પલાઇન તાપી દ્વારા વ્યારા ખાતે ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાને ત્વરિત મદદ પહોંચાડી સુરક્ષિત રીતે ઘરે પંહોચાડવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, તા.૧૭.૦૩.૨૦ના રોજ વ્યારા શહેર માથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે અમારા ઘરમા કોઈ અજાણી મહિલા ઘુસી ગયેલ છે. જે બહાર નીકળતા નથી અને પથ્થર લઈ મારવા દોડે છે જેથી મદદરૂપ થવાનું જણાવતા વ્યારા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને સમજાવી તેના પરિવારનું સરનામું જાણી પરિવારને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.
વ્યારા શહેરમાં એક મહિલાના ઘર પાસે એક અજાણી ઉંમર લાયક મહિલા આવેલ અને પોતાને તરસ લાગી છે તેમ કહી ઘરમા આવેલ અને ઘરની મહિલાને ધક્કો મારીને ઘરની અંદર ઘુસી ગયેલ અને જણાવેલ કે બધા અહીંથી ભાગી જાવ આ મારું ઘર છે. તેને સમજાવવાનો પ્રયાસ કરતાં પથ્થર લઈને મારવા દોડતી હતી અને તે વધુ આક્રમક થયેલ જેથી મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇનમા કોલ કરેલ.જેથી ૧૮૧ મહિલા અભયમ ટીમના સભ્યો એ.એસ.આઈ.સંગીતાબેન પ્રજાપતિ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને તેની સાથે વાતચીત કરતા જાણી લીધું હતું કે તે માનસિક અસ્વસ્થ છે. જેથી તેને શાંત પાડી રેસ્ક્યુ વાનમા બેસાડી હતી અને ધીરેથી પૂછી જણાવેલ કે તમારું ઘર હોય તે બાજુ રસ્તો બતાવો પરંતુ તે ઘર નો રસ્તો ભૂલી ગયેલ હોવાથી વારંવાર ખોટા રસ્તે લઈ ગયેલ આમ પ્રયત્ન કરતા એક સોસાયટીમા રહેલ વ્યક્તિ એ તે મહિલાને ઓળખી કાઢેલ અને તેમણે સરનામું આપતાં અભયમ ટીમને તેના પરિવાર સુધી પહોંચવામાં સરળતા થઈ હતી. મહિલાના પરિવારમાં તેમના ભત્રીજાએ જણાવેલ કે મારા ફોઈ થાય છે તેઓ રાજ્ય સરકારમાં ક્લાસ-2ની ફરજ માંથી નિવૃત્ત થયેલ છે. તેમના લગ્ન થયેલ નથી અને અમારી સાથે રહે છે. તેઓ કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ રહે છે અને આજે સવારથી કોઈ ને કહ્યા વગર તેઓ ઘર માંથી નીકળી ગયા હતા. અમો સવારથીજ તેમને શોધતા હતા ત્યારે તમોએ તેમને હેમખેમ અમારે ઘરે પહોચાડતા ખુશીની લાગણી અનુભવીએ છીએ તેમ જણાવી તેઓએ અભયમ ટીમનો આભાર માન્યો હતો. ટીમ ઘ્વારા તેઓને મનોચિકિત્સક પાસે સારવાર માટે લઈ જવા સલાહ આપી હતી.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે. મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે.
High light-તાપી ૧૮૧ મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી:
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application