Tapimitr News-વ્યારા:વધુ પડતા સોસીયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ એ ચેતવા જેવો કિસ્સો તાપી જિલ્લામાં બહાર આવ્યો છે, જેમાં એક યુવક બે જેટલા ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના ખોટી રીતે બીભત્સ્ય ફોટા અપલોડ કરવાની ધમકીઓ આપીને અઘટિત માંગણીઓ કરતો હતો, તેનો ભોગ બનેલ યુવતીઓએ પોલીસ ફરિયાદ કરતા આ શાતીર યુવક જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
પોલીસ પકડમાં આવેલ આ યુવક ની ચહેરા પછાડી એક શાતીર ચહેરો છુપાયેલો છે, જગદીશ મકવાણા નામના બોટાદ જિલ્લાનો આ યુવક બે જેટલા બોગસ આઈડી બનાવીને સોસીયલ મીડિયા મારફતે પહેલા યુવતીઓ સાથે મિત્રતા કેળવવાની કોશિશ કરતો અને પછી ખેલતો બીભત્સ્ય ખેલ,પરંતુ તેનાથી ત્રસ્ત થયેલ જાગૃત યુવતીઓએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસની સાઇબરક્રાઇમની ટીમે આ યુવકને સુરતથી ઝડપી પાડ્યો હતો.
વ્યારા તાલુકાની પીડિત યુવતીઓની એક પછી એક ફરિયાદો પોલીસ મથકે થતા આ શાતીર યુવકને શોધવા પોલીસના સાઇબર ક્રાઇમની ટિમ કામે લાગી, અને બોટાદના આ શાતીર આરોપી યુવકને સુરતથી ઝડપી પાડ્યો છે, આ યુવક અગાઉ પણ સાઇબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આરોપી યુવતીઓને સોસીયલ મીડિયા મારફતે ટાર્ગેટ બનાવતો હતો.
પોલીસ સૂત્રો અનુસાર ભેજાબાજ યુવક બે જેટલા બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તેના યુઝર્સ સાથે ચેટિંગ કરીને એક આઇડીથી તેને સતેજ રહેવાનું કહેતો અને તેનાથી બચાવના ઉપાય જણાવતો અને બીજા આઇડીથી તેના ભોગ બનેલાઓને બ્લેકમેલિંગ કરી બીભત્સ માંગણીઓ કરતો હતો, પરંતુ તેનો ભોગ બનેલ યુવતીઓ ની હિંમત અને પોલીસની સક્રિય કામગીરીને પગલે આ યુવક પોલીસ પકડમાં આવી ગયો છે, હવે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ યુવકનો કેટલા લોકો ભોગ બન્યા છે તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application