અથાણા બનાવવાની સિઝનમાં મરચાં-મસાલાની કિંમતમાં ધરખમ વધારો થતા આમ આદમીએ આંચકો ખમવો પડયો છે. આખા વર્ષના મસાલા તૈયાર કરી લેવા ગૃહિણી તડામાર કરી રહી છે ત્યારે મસાલાની હોલસેલ કિંમતમાં 20 થી 25 ટકા વધારો થયો છે. મસાલાના વેપારીઓના જણાવ્યા મુજબ ઇંધણના દરમાં વધારાને કારણે ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ વધતા મસાલાની કિંમત ઊંચે ગઇ છે.
ઉપરાંત સિંગાપોર, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાંથી ધાણાં, જીરૂ, લવિંગ વગેરે આવે છે તેની કિંમત પણ વધી ગઇ છે. છેલ્લાં પાંચ-છ મહિનાથી મસાલા તૈયાર કરવામાં વપરાતા જીરૂ, તજ, ધાણાં, હળદર, તમાલપત્રની આવક પણ ઘટી છે તેને લીધે પણ ભાવ ઊંચકાયા છે. મસાલા બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સારા દરજ્જાની હળદરમાં કિલોએ 20 થી 30 રૂપિયા વધ્યા છે, એટલે અત્યારે 140 થી 180 રૂપિયે વેંચાય છે. જયારે ગુંટુર મરચા કિલોએ 200 થી 240 રૂપિયા વધી ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500