ભરૂચ મહિલા પોલીસ મથકમાં એક જ દિવસમાં પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાની બે ફરિયાદ નોંધાય છે જેમાં સાસરીયાઓએ પરિણીતાઓ પાસે દહેજ ના ભાગરૂપે સોનાની માંગણી કરી હોય અને સાસરી પક્ષ વાળાઓ માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે પાણીતાઓએ પોતાના પિયર પરત ફરી ભરૂચ મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ભરૂચ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદમાં ફરિયાદી દિવ્યા રાજકુમારી બારડે પોતાના પતિ સહિત સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં પતિ સસરા સાસુ તથા મોટી સાસુ નણદોઈ સહિતના હોય પરણિતાને લગ્ન કરીને આવી ત્યારથી જ હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કર્યા છે જેમાં દહેજની માંગણી કરી આરોપીઓએ કહ્યું અમારા ઘરેથી 50 લાખ તું શું લાવી તેમ કહી ફરિયાદીના પતિને ચડાવી તારી રાણી સૂતી રહે છે બધું કામ અમે કરીએ છીએ તેમ કહી ઝઘડો કરાવી મારજોડ કરાવી સાસુ અને મોટી સાસુ ફરિયાદીને અંગૂઠા છાપ છે અભણ છે નણંદે ફરિયાદીને કહ્યું મારા ભાઈએ લઈ આપેલા કપડાં આપી દે તેમ કહી તથા તમામ આરોપીઓએ ભણવું હોય તો ૨૫ તોલા સોનું લઈ આવ તેમ કહી સોનુ માગી ખરાબ ગાળો બોલી ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે જેમાં ફરિયાદીને ભણવા માટે ફરિયાદીના પિતાએ ૨૫ તોલા સોનુ સાસુ-સસરાને આપી ગયેલ અને ત્યારબાદ ફરિયાદીનું મહાવીર યુનિવર્સિટી સુરત ખાતે પીજીડીએમ એલટીનો કોર્સ કરવા મુકેલી અને તમામ કામ કરીને અભ્યાસ અર્થે ફરિયાદી જતી હોવા છતાં રક્ષાબંધન વખતે સાસુએ ફરિયાદીને કહેલ કે સોનાની વસ્તુ લાવે તો જ આવજે નહીં તો ત્યાં જ રહેજે અને આ ચાર વર્ષમાં સાસુ સસરા સહિત પતિએ ફરિયાદીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ ફરિયાદમાં કરતા પોલીસે પતિ સહિત આઠ લોકો સામે દહેજ ધારા તેમજ ગાળો ભાંડવી સહિત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાય :- પતિ મિતેશકુમાર સુરેન્દ્રસિંહ બારડ રહે ઓલપાડ સુરત,સસરા સુરેન્દ્રસિંહ ખુમાનસિંહ બારડ રહે ઓલપાડ સુરત,સાસુ હંસાબેન સુરેન્દ્રસિંહ ખુમાનસિંહ બારડ રહે ઓલપાડ સુરત,મોટા સસરા મહેન્દ્રસિંહ ખુમાનસિંહ બારડ રહે ઓલપાડ સુરત,મોટી સાસુ મધુબેન મહેન્દ્રસિંહ બારડ રહે ઓલપાડ સુરત,નણંદ પ્રિયંકાબેન મનોજસિંહ રાઠોડ રહે વાલોડ તાપી,નણદોઈ મનોજસિંહ પ્રવિણસિંહ રાઠોડ,નણંદ ક્રિષ્નાબેન પ્રશાંતસિંહ ચૌહાણ સામે ભરૂચ મહિલા પોલીસ મથકમાં આઇપીસીની કલમ ૪૯૮(એ) ૫૦૪ ,૧૧૪ તથા દહેજ ધારા ૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભરૂચ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓના ત્રાસની વધુ એક પરિણીતાએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી વર્ષાબેન વસાવા ના હોય પતિ સહિત સાસરિયા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી સાસરીમાં રહેવું હોય તો રૂપિયા ત્રણ લાખ લઈ આવ નહીં તો તારા બાપને ત્યાં રહેજે તેમ કહી ઝઘડો કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી પતિ અક્ષય ફરિયાદીને તમાચો મારી તથા નણંદે તું જતી રે અહીંયા નહીં ચાલે તેમ કહી તમામે ભેગા થઈ ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપી સાસરીમાંથી કાઢી મૂકી હોવાના આક્ષેપ કર્યા છે જેના પગલે પરિણીતાએ પિયરમાં આવી ભરૂચ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ અક્ષય રાજેશ વસાવા રહે ગોવાલી ઝગડીયા, સસરા રાજેશભાઈ ઈશ્વરભાઈ વસાવા, સાસુ સવિતાબેન રાજેશભાઈ વસાવા, નણંદ નિહાબેન રાજેશભાઈ વસાવા સામે આઇપીસીની કલમ ૪૯૮(એ),૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ તથા દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500