વ્યારાના વાંદરદેવી ગામ પાસેથી પોલીસે 2.97 લાખના ઈંગ્લીશદારૂ સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેડ જોઈ ને ભાગેલા ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે 7 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કુલ્લે.કિ.રૂ 7,92,600/- નો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી મુજબ વ્યારામાં દારૂ ની હેરાફેરી અટકવાવ વ્યારા પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશ પટેલ અને ટિમ દ્વારા કડક હાથે કામગીરી કરી રહ્યા છે. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નવરાજસિંહ ડાભીને મળેલ બાતમીના આધારે વ્યારાના વાંદરદેવી ગામ નિશાળ ફળીયામાં શૈલેશભાઇ મંગુભાઇ ગામીત નાઓના ઘરની પાછળના ભાગે પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી જેમાં પીકઅપ ટેમ્પમાં દારૂનું કાટિંગ કરતા બુટલેગરો રાહુલભાઇ ઉર્ફે લાલુ સુમનભાઈ ચૌધરી રહે,વાંદરદેવી પટેલ ફળીયું તા.વ્યારા તેમજ મંગુભાઇ બાબુભાઇ ગામીત રહે,વાંદરદેવી,નિશાળ ફળિયુ-વ્યારા નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે 2,97,600/- નો વિદેશીદારૂનો કબજે લીધો હતો. સાથે પીકઅપ ગાડી નંબર જીજે/26/આર/7966 જેની કિ.રૂ. 4.50 લાખ તથા પલ્સર બાઈક નંબર જીજે/26/એફ/7800 જેની કિ.રૂ.25 હજાર તથા પ્લેન્ડર બાઈક નંબર જીજે/26/આર/9159 જેની કિ.રૂ. 20 હજાર મળી કુલ્લે.કિ.રૂ 7,92,600/- નો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
પોલિસે તમામને વોન્ટેડ જાહેર કર્યા
જ્યારે પોલીસની રેડ જોઈ ને કેટલાક ઈસમો ભાગી જતા શૈલેશભાઇ મંગુભાઇ ગામીત (રહે.વાંદરદેવી ગામ,નિશાળ ફળિયુ તા.વ્યારા),રાહુલભાઇ રૂવાજીભાઇ ગામીત (રહે,મંગળીયા તા.ડોલવણ જી.તાપી),રસીકભાઇ બાબુભાઇ ચૌધરી (રહે.વાંદરદેવી તા,વ્યારા જી.તાપી),દિવ્યેશભાઇ ગામીત (રહે.વાંદરદેવી તા.વ્યારા જી.તાપી) જેના પુરૂ નામની ખબર નથી. પોલિસે તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500