ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ના આજુબાજુના વિસ્તારો નો વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ વિકાસમાં સરકાર રાજપીપળા સાથે અન્યાય કરી રહી છે એમ જીલ્લા ની પ્રજા ને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે,કેવડીયા મા આકાર લઈ રહેલુ દેશ નુ પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ની લાઈન રાજપીપળા થઈ ને લઈ જવાનો પ્રસ્તાવ હતો પણ પછી પ્રજા ના આશ્ચર્ય વચ્ચે લાઈન વાયા ચાણોદ કરી રાજપીપળા નો છેદ ઉડાડી દેવાયો હતો, અને જીલ્લા ની સત્તાધારી નેતાગીરી હાથ ઘસતી રહી ગઈ હતી, અને લોકો વચ્ચે જતાં નેતાઓ ટીકા ને પાત્ર બન્યાં હતા અને ગાંધીનગર મા કંઈ ઉપજતું નથી એ વાત ઉઘાડી પડી ગઈ હતી. હવે સંભવિત એરપોર્ટ પણ ગરુડેસ્વર પંથક મા લઈ જવાની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ જતાં સત્તાધારી પાર્ટી ની નેતાગીરી ને પાછું નીચાજોણું થતા હોદ્દેદારો ઓ ગળુ ખોંખારી ને એરપોર્ટ તો રાજપીપળા માંજ બનવું જોઈએ તેવો હુંકાર કર્યો છે અને ઉપલા સ્તરે રજુઆત કરીશું નો રાગ આલાપ્યો હતો ત્યારે હવે જોવા નુ એ રહે છે કે એરપોર્ટ ની આ રસ્સા ખેંચ મા કોનો વિજય થાય છે.આ મુદ્દે વેપારી વર્ગ ને પુછતાં રોષ પુર્વક જણાવેલ કે વિમાનો રાજપીપળા મા ઉતરે અને હવાઈ સેવાઓ શરૂ થાય તો વિકાસ જેટ ગતિ એ થાય તેમ છે પણ સરકાર રાજપીપળા શહેર શાથે અન્યાય કરી રહી છે નો સુર પુરાવ્યો હતો.સાથો સાથ ખેડૂતો જણાવે છે કે રાજપીપળા ના સરકારી ઓવારા પાસે રાજા રજવાડા સમય નું એરોડ્રામ હોવા છતાં એરપોર્ટ કેવડિયા લઈ જવાની વાત વહેતી થઈ છે જે અંગે રોષ વ્યકત કર્યો હતો અને રાજપીપળા માં એરપોર્ટ આવે તો રાજપીપળા નો વિકાસ થાય જેથી ખેડૂતો એરપોર્ટ માટે પોતાની જમીનો આપવા તૈયાર હોવાની પણ વાત કરી રહ્યા છે અને આ બાબતે રાજપીપળાના ભાજપના શહેર પ્રમુખ અને અનાજ કરિયાણા વેપારી મંડળ ના પ્રમુખ રમણસિંહ રાઠોડે પણ મીડિયા સાથે વાત કરતા જણાવયું હતું કે એરપોર્ટની ઘણા દિવસથી વાતો ચાલે છે કે રાજપીપલાથી ખસેડી ને કેવડિયા પ્રસ્થાપિત વાત ચાલુ છે પણ મારુ એવું માનવું છે કે એરપોર્ટ ની જગ્યા રાજા રજવાડા વખતની છે અને તે સમયે ત્યાંજ વિમાનો ઉત્તરતા હતા અને ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરૂ પણ તે વખતે ત્યાં જ ઉતર્યા હતા એરપોર્ટ તો અહીંયા જ આવું જોઈએ.
High light-આમ રાજપીપળા એરપોર્ટ ના મુદ્દા મા હવે જવાહરલાલ નહેરુ ની એન્ટ્રી થતા જોવું રહ્યુ કે આગામી દિવસો મા આ કોન્ટ્રોવર્સી નો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે છે!!!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application