Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્સિંગ કોલેજ આહવા ખાતે જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો..

  • February 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃજનરલ નર્સિંગ કોલેજ,આહવા ખાતે તા.૧૧/૦૨/૨૦૨૦ ના રોજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,આહવા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠિયા એ સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાકીય રીતે નિયુક્ત થયેલા અધિકારોની સમજ આપી હતી. તથા ર્ડા.બી.એસ.પટેલ દ્વારા સ્ત્રી પુરૂષનો રેસીયો તેમજ જાતિય સતામણી વિશે માહિતી આપી હતી. અને આયુષ મેડિકલ ઓફિસર ર્ડા.કે.બી.ભુગડિયા દ્વારા મહિલાલક્ષી યોજના વિશે જાણકારી આપી હતી. મહિલા શક્તિ કેન્દ્ર આહવા દ્વારા ૧૦૦ ટકા સરકારી અને બિન સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. તેમજ મહિલાલક્ષી ચાલતા વિવિધ સેન્ટરો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવે છે. ૧૮૧ ની ટીમ દ્વારા હિંસા,છેડતી,હેરાનગતિ જેવી મુસીબતોની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા આપતી સરકારની યોજના વિશે જાણકારી પણ આ સેમીનારમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર થકી મહિલાઓ માટે પોલીસ સ્ટેશનમાં સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. જ્યાં પીડીત મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલીંગ કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરમાં જરૂરિયાતમંદ મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક સ્થળેથી વિનામૂલ્યે મળી રહે છે. જેની વિસ્તૃત સમજ અપાઇ હતી.આ ઉપરાંત દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવા ‛બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત શપથ વિધિ લેવામાં આવી હતી. આ સેમિનારમાં જિલ્લા આરોગ્ય કચેરીના ર્ડા.બી.એસ.પટેલ,મહિલા કલ્યાણ અધિકારી જ્યોતી પટેલ,મહિલા શક્તિકેન્દ્ર,પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર,સખી વન સ્ટોપ સેન્ટર,૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન ટીમ સહિત જનરલ નર્સિંગ કોલેજના વિઘાર્થીઓ,આશા વર્કર બહેનો મળી કુલ ૧૧૫ જેટલા બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application