Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરમાં નાણાની લેતીદેતી મામલે બે મિત્રો પર હુમલા કેસમાં ત્રણ ઝડપાયા

  • February 12, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:અમરોલી ગણેશપુરા પોલીસ ચોકી સામે અંબિકાનગરમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે મામા રામલખન સીંગ રીક્ષા ચલાવે છે જીતેન્દ્ર રવિવારે રાત્રે તેના મિત્ર ભરત સાથે રાંદેર કોઝવે સર્કલ પાસે સલીમ બરફવાલા પાસે લેવાના નિકળતા રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે સલીમે કેમ મારી સામે રીક્ષા ઉભી રાખી છે તેમ કહી ઝઘડો કરી ભરતને બે ત્રણ તમાચા મારી દીધા હતા જેથી જીતેન્દ્ર સીંગ વચ્ચે પડતા સલીમ તેના અન્ય ત્રણ સાગરીતોએ ઢીકમુક્કીનો મારમારી પેટ,પડખાના ભાગે ચપ્પુના ઘા મારી નાંસી ગયા હતા. બનાવ અંગે પોલીસે હત્યાની કોશીષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ગઈકાલે સર્વલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે હુમલામાં સલીમના સાગરીત આસીફ જુબેર શેખ,ઈરફાન અત્તાર ખાન અને કામરાનમહમદ ઇદ્રીશ ખાનને રાંદેર ઈકબાલનગર ઝુપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી ઝડપી પાડ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application