Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૧ ફેબ્રુઆરીએ સુરતમાં જૈન શાસનનો ઇતિહાસ લખાશે-જાણો શું છે કારણ

  • December 30, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:જૈન સંઘમાં ૫૨૮ વર્ષ બાદ પ્રથમવાર સુરત શહેરમાં આગામી ૧લી ફેબ્રુઆરીએ એક સાથે એક માંડવે ૬૫થી વધુ દીક્ષાઓ થશે. જેમાં ૧૦ વર્ષના યશરાજથી ૮૪ વર્ષના કાંતાબેન દીક્ષા અંગિકાર કરશે. જૈન શાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. ૧૫૪૮માં એટલે કે આજથી ૫૨૮ વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે ૫૦૦ દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં ૨૦, ૨૭, ૩૬ અને ૪૪ દીક્ષાના મહામહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે ૬૫ દીક્ષા એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને મળ્યું છે. સુરત , મુંબઇ , અમદાવાદ , પુના , બેંગ્લોર , કોઈમ્બતુર , ડીસા , બાડમેર સહિતના ગામોના ૬૫ મુમુક્ષુઓ સુરત જીનાજ્ઞા ટ્રસ્ટ વિજય રામચંદ્રસુરી આરાધના ભવન, પાર્લેપોઈન્ટના ઉપક્રમે યોજાનારા રત્નયત્રી સમર્પણોત્સોવમાં દીક્ષા અંગિકાર કરશે. ૧લી ફેબ્રુઆરીએ યોજાનાર આ દીક્ષા મહોત્સવમાં આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજીના પ્રશિષ્ય આ. વિજય મુક્તિપ્રભ સુરીશ્વરજીના શિષ્ય પ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય વિજય શ્રેયાંશપ્રભ સુરીશ્વરજી સહિત ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં ૨૦થી વધુ દીક્ષાર્થીઓ ૧૦થી ૧૮ વર્ષના, ૩૪ યુવક-યુવતીઓ અને એક ૮૪ વર્ષના છે. આ નિમિત્તે ૫ દિવસનો ભવ્ય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. વેસુના બલર ફાર્મમાં યોજાનારી આ દીક્ષા માટે ૧ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં વિશાળ ડોમ ઉભો થઈ રહ્યો છે. ૬૫ દીક્ષાર્થીઓ પૈકી ૪ પરિવારો આખેઆખા દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા માટે આગમ વિશારદ પૂજ્ય આચાર્ય વિજય તપોરત્ન સૂરીશ્વરજી આદિ મુનિ ભગવંતો અમદાવાદથી તેમજ પૂજ્ય મુનિરાજ કલ્યાણરત્ન વિજયજી પૂણેથી સુરત પધારશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application