Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સફાઈ કર્મીઓની હડતાળ સાતમા દિવસે પોંહચી:રાજપીપળા નગર ગંદુ ગોબારૂ બન્યું

  • December 29, 2019 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ પોતાના ત્રણ મહીના થી નહીં મળેલા પગાર અને કાયમી કરવા સહીત અન્ય મુદ્દાઓ શાથે ગત તા 23/12/19 થી હડતાળ ઉપર ઉતરી જતા નગર ની હાલત નર્કાગાર જેવી બની જતા નગરજનોને ભોગવવાનો વારો આવ્યો છે. સમયાંતરે નાંદોદ ના ધારાસભ્ય શ્રી પી ડી વસાવા,યુથ કોંગ્રેસ ના હરેશભાઈ વસાવા સહીત ના રાજકીય આગેવાનો ની હૈયાધારણા હડતાળી કર્મચારીઓ સાથે રહી હતી. રોજીંદા સફાઈ સેવકોએ ત્રણ મહીના થી પગાર ના મળતા હડતાળ નુ શસ્ત્ર ઉગામતા પાંચ દિવસ પછી સ્વભંડોળ ખાલી ખમ હોવાનુ રટણ કરતી નગરપાલિકા એ ૧૪મા નાંણાપંચ ની ગ્રાન્ટ માથી બે મહીના નો પગાર ખાતા મા નાંખી હડતાળી કર્મચારીઓને ઠારવાનો પ્રયત્ન કરેલો પણ સફાઈ કર્મચારીઓએ કાયમી કરવા સહીત ની અન્ય માંગણીઓ સાથે આંદોલન ચાલુ રાખતા હડતાળ સમેટવાનો ઈન્કાર કર્યો હતો અને નગરપાલિકા ના સત્તાધીશો ની મૌખીક ધરપત ને બદલે નક્કર જવાબ નો આગ્રહ રાખ્યો હતો. રાજપીપળા નગરપાલિકા ના રોજીંદા સફાઈ કર્મચારીઓ ની હડતાળના પાંચમા દિવસે ભરુચ થી આસિસ્ટન્ટ લેબર કમિશનર તથા ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘ ના ઉપ-પ્રમુખ તેમજ ગુજ.ભારતીય મજદુર સંઘ ના પ્રમુખ રાજપીપળા દોડી આવ્યા હતાં અને હડતાળી કર્મચારીઓની રજુઆતો સાંભળી હતી અને નિયમિત પગાર થવો જ જોઈએ અને તેમ કરવામા પાલિકા કસુરવાર ઠરે તો મુખ્ય અધિકારીને નોટીસ ફટકારવા સુધીની વાત ઉચ્ચારી હતી અને વધુ મા જણાવેલ કે મોટા ભાગ ની માંગણીઓ નગરપાલિકા પોતેજ પૂરી કરી શકે તેવી છે માત્ર કાયમી કરવા બાબત ની મંજુરી ઉપલા લેવલે થી નગરપાલિકા ની ભલામણ બાદ જ આગળ વધી શકે તેમ કહી ને નગરપાલિકા ની કોર્ટ મા બોલ ફેંક્યો હતો. આ મામલે લેબર કમિશનરે મુખ્ય અધિકારી ની ગેરહાજરી મા પાલિકા પ્રમુખ સાથે વાટાઘાટો કરી હતી અને સફાઈ કર્મચારીઓ નુ પગાર નિયમિત કરવા જણાવેલ જે બાબતે પ્રમુખે કહ્યું હતુ કે હડતાળી કર્મચારીઓ સહીત અન્ય રોજમદારો નો બે માસ નો બાકી પગાર તેમના ખાતા મા જમા કરાવી દીધો છે કર્મચારીઓ ને કાયમી કરવા સહીત ની અન્ય માંગણી ઓ બાબતે બોર્ડ મિટીંગ બોલાવવાની વાત કરી હતી, પરંતુ મુખ્ય અધિકારી રજા ઉપર હોવાથી બોર્ડ મિટીંગ બોલાવવા મા વિલંબ થઈ રહ્યો છે ચીફ ઓફિસર ફરજ ઉપર પરત આવતા બોર્ડ મિટીંગ બોલાવી હડતાળી કર્મચારીઓ ની માંગણીઓ બાબતે ચર્ચા કરાશે. High light-હડતાળી કર્મચારીઓ ની મોટાભાગની માંગણીઓ પાલિકા કક્ષાએ પુર્ણ કરી શકાય તેવી:-લેબર કમિશનર High light-બાકી પગાર મુદ્દે માત્ર અમે જ આંદોલન કરીએ છીએ, અન્ય ખાતા ના રોજમદારો ચૂપ બેસી રહે છે પરંતુ લાભ બધા ને મળે છે:-સફાઈ કામદાર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application