ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા ના ૮૦ જેટલા હંગામી સફાઈ કર્મચારીઓ ને એમના હક નો પગાર ચુકવવામાં પાલિકા સત્તાધિશો નિષ્ફળ જતાં, કંટાળેલા સફાઈ કર્મચારીઓ એ પાલિકા કચેરી ના ગેટ પાસે જ હડતાળ છાવણી ઉભી કરી ને હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ૮૦ જેટલાં સફાઈ સેવકો ને છેલ્લા ત્રણ મહીના થી પગાર ન મળતા સફાઈ સેવકો નુ જીવન દોહ્યલુ બન્યુ છે,કારમી મોંઘવારી મા આમેય પરિવાર નુ ભરણપોષણ એક પડકાર સમાન છે અને ઉપર થી ત્રણ મહીના થી પગાર ન મળે તો એ પરિવાર ની કેવી દુર્દશા થાય તે સૌ કોઈ સમજી શકે તેમ છે. આ અંગે સફાઈ સેવકો એ જણાવેલ કે અમો અમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા રહીએ છીએ, અમે ગંદકી મા કામ કરી ને પોતે રોગ નો ભોગ બનીએ છીએ પણ નગર ને સ્વચ્છ રાખીએ છીએ, અમો ને ગંદકી થી થતા જીવલેણ રોગો સામે રક્ષણ મેળવવા માટે સેફ્ટી ના સાધનો કે હાથ ધોવા માટે સાબુ કે લિક્વીડ સુદ્ધાં અપાતુ નથી આવી કપરી પરિસ્થિતિ મા અમો કામગીરી બજાવીએ છતાં પણ નગરપાલિકા દ્વારા અમોને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી, વર્ષો થી અમોને બે મહીને પગાર આપવાની જાણે પ્રથા પડી ગઈ છે, પણ હવે તો ત્રણ મહીના પછી પણ પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે. અગાઉ બાકી પગાર અને ભરતી અને કાયમી કરવા શાથે અન્ય સમસ્યાઓ બાબતે કલેકટર ને આવેદન આપેલુ પણ કોઈ પણ સંતોષકારક નિરાકરણ ના આવતા આમો તા.૨૩/૧૨/૨૦૧૯ થી અચોક્કસ સમય ની હડતાળ ઉપર જવા મજબૂર બન્યા છે.
High light-સફાઈ કર્મચારીઓ ની હડતાળ થી નગર કચરાપેટી મા ફેરવાઈ જવાની વકી..
High light-કાયમી સફાઈ સેવકો પણ હડતાળી કર્મચારીઓ ના સમર્થન મા આવ્યા..
High light-ત્રણ મહીના પગાર વગર પાલિકા ના સત્તાધીશો રહી બતાવે..
High light-છઠ્ઠા/સાતમા પગાર પંચ નો લાભ પાલિકા ના વહીવટી સ્ટાફ ને મળી ગયો,અમોને ત્રીજા પગાર ના પણ ફાંફા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application