ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવનિર્માણ થવાના કારણે હાલ આદિવાસી વિસ્તારના ગામોની જમીનોને સરકાર દ્વારા એકવાયર કરવામાં આવી રહી છે. જેમાં હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક નો આદિવાસી સમાજ માં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે અને આ કાળા કાયદાને રદ કરવા સમગ્ર આદિવાસી સમાજ ની માગ ઉઠી છે. આદિવાસી સંઘઠનો ની ગામેગામ મિટિંગો નો દોર શરૂ થયો છે. આગામી સમયમાં આ કાયદાને લઈને ટ્રાઇબલ બેલ્ટ પર સરકાર ને ફટકો પડી શકે છે. વિધાન સભામાં ધારાસભ્ય પી.ડી.વસાવા એ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી તમારી સરકાર ના પ્રતિનિધિઓના અનેક આશ્વાસનો છતાં આજદિન સુધી એક પણ કેવડિયા સહીત 9 ગામોના લોકોને જમીનનું વળતર મળ્યું નથી તમે સતત તેમની પાસે થી છીનવતા આવ્યા છો ત્યારે આવા કાળા કાયદા બનાવી તમે તેમની પાસે બચેલી જમીનો પણ લઇ લેવા માંગો છો એ કેટલે અંશે વ્યાજબી છે. ?? કહી આકરી નિંદા કરી હતી જયારે ધારાસભ્ય ડેડીયાપાડા મહેશ વસાવા એ પણ આ બાબતે સરકાર સામે બાયો ચઢાવી ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે. બીજીબાજુ આદિવાસી સમાજ સંગઠનો છે જેઓ હાલ આ કાળા કાયદાને રદ કરવા ઉગ્ર આંદોલન કરવા એકજુથ થઇ રહ્યા છે અને ગામે ગામ બેઠકો કરી રહ્યા છે. આ બેઠક બાદ આગામી 23 ડિસેમ્બર ના રોજ રાજપીપળામાં જંગી રેલી અને આવેદન આપી આંદોલન નું રણસીંગુ ફૂકાશે એટલે આગામી દિવસો માં મોટું ઘર્ષણ થાય એમ લાગી રહ્યું છે.
High light-દેશ ના રાજ્યમાં પ્રવાસન ધામ ને નોટિફિકેશન ઝોન મંજુર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય ગુજરાત છે જેની પાછળ સરકાર નો મનસૂબો આદિવાસીઓની જમીનો હડપી મોટા ઉદ્યોગપતિ ને આપવાનો છે. ભવનો બનાવવાનો છે. જે ખરેખર ગેરવ્યાજબી છે સ્થાનિકોને રોજગારીની વાતો કરી રોજગારી આપી બતાવો કહી ઉગ્ર આંદોલન કરી આ કાળા કાયદાને રદ કરવા ગમેતે કરીશું પણ હાલીશું નહિ >>> મહેશ વસાવા (પ્રમુખ આમુ સંઘઠન )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application