Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં 181 અભયમ હેલ્પલાઈન ટીમએ પ્રેમમાં હતાશ થયેલી યુવતીને આપઘાત કરતા બચાવી

  • June 08, 2021 

સોનગઢ પાસેના ગામમાં રહેતી નીનાબેનને આત્મહત્યા કરે તે પહેલાં સમયસર અભયમ ટીમે બચાવી હતી અને યુવતીને સમજાવી અવિચારી પગલું ભરતા રોકી હતી.

 

 

 

મળતી માહિતી અનુસાર, બારડોલીમાં રેલ્વેનાં પાટા પર નીનાબેન (નામ બદલ્યું છે) ગુમસુમ બેસેલ હતી. આ યુવતીને પ્રશ્ન પૂછતા તેને સંતોષકારક જવાન ન આપતા એક ત્રાહિત વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઈનને જાણ કરી હતી. અભયમ ટીમ તરત જ દર્શાવેલા સ્થળે પહોંચી હતી અને યુવતી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તે બારડોલીના એક યુવકને પ્રેમ કરતી હતી જેને મળવા પરિવારના સભ્યોને જાણ કર્યા વિના બારડોલી આવી હતી. યુવકે પ્રેમનો અસ્વીકાર કરી તેને ધુત્કારી કાઢતાં પ્રેમમાં હતાશ થયેલી નીનાએ આખરે આપઘાત કરવાના વિચાર કર્યો. 

 

 

 

 

બારડોલી અભયમ ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી સમજણ આપી કે, અમૂલ્ય માનવજીવનને આમ વેડફી નાખવું યોગ્ય નથી. હિંમત સાથે જીવનની તમામ સમસ્યાનો સામનો કરવો જોઈએ. યુવક સાથે પ્રેમ એ ક્ષણિક આવેશ હતો, જેને તારા પ્રત્યે કોઈ લાગણી નથી. પરિવાર જ આપણું સર્વસ્વ હોય છે અને આત્મહત્યા જેવા પગલાંથી પરિવાર પર શું વિતશે એનો વિચાર કરવો જોઈએ.

 

 

 

 

આમ, સમજાવ્યા બાદ યુવતી પરિવાર પાસે જવા તૈયાર થઇ હતી. યુવતીને પરિવારને સોંપવામાં અભયમ ટીમ વ્યારાએ સહાય કરી હતી. પોતાની દીકરીને સુરક્ષિત જોઈ પરિવારે અભયમ ટીમની સેવાનો આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application