Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:આરોગ્ય વિભાગના કર્મચારીઓનુ સરકાર સામે પડતર માંગણીઓ મુદ્દે આંદોલન

  • December 09, 2019 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જીલ્લા ના મુખ્ય મથક રાજપીપળા મા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ એ પોતાની વર્ષો જુની પડતર માંગણીઓ ને સરકાર સ્વિકાર કરે એ હેતુ થી સૈદ્ધાંતિક રીતે રેલી નુ આયોજન કરવામા આવેલ હતું.પડતર માંગણીઓ ના મુખ્ય મુદ્દા ઓ મા છઠ્ઠા પગાર પંચ નો અમલ, પંચાયત સેવા ના કર્મચારીઓ ને ટેકનીકલ ગ્રેડ ના ગણવા અને એ મુજબ નો પગાર ધોરણ આપવું,0 કીમી થી પી.ટી એ આપવું, વર્ષો થી અપગ્રેડ અને પ્રમોશન ની રાહ જોઈ રહેલા કર્મચારીઓ ને એમના હક મળે,તાલુકા અને જીલ્લા કક્ષા એ નવી જગ્યાઓ ઉભી કરવી જેથી કરીને વહીવટી માળખું સમતોલ બને અને આરોગ્ય ની સેવાઓ પ્રજા ને સતત અને અવિરત પણે મળતી રહે જેવી પાયા ની અને વાજબી માંગણીઓ આ રેલી અને ધરણાંના મુખ્ય મુદ્દા રહ્યાં હતાં.અહીંયા ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે છેવાડા ના માનવી સુધી એમની પ્રાથમિક જરુરીયાતો પૈકી ની આરોગ્ય સેવાઓ પહોંચાડવા ની જવાબદારી સરકાર ની છે અને સરકાર આ જવાબદારી નુ વહન આરોગ્ય કર્મચારીઓ ની નિષ્ઠા અને મહેનત ને કારણે કરી રહી છે,અંતરીયાળ ગામડાઓ મા અને ઊંડા જંગલ ના વિસ્તારો મા ટાંચા સાધનો અને સિમિત સંસાધનો શાથે કપરા સંજોગો મા સેવા બજાવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ની કામગીરી નર્મદા જીલ્લા જેવા આદિવાસી બાહુલ્ય અને જંગલ ની ભૃપુષઠ રચના ને કારણે કપરી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિ મા ફરજ બજાવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ નુ સરકાર સન્માન કરે અને એમની વાજબી માંગણીઓ નુ સ્વીકાર કરે તે પ્રજા ના સામુહિક હિત મા છે. High light-કામગીરી ચાલુ રિપોર્ટીંગ બંધ" ના નારા શાથે આરોગ્ય કર્મચારીઓ ની અનોખી ગાંધીગીરી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application