તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં રહેતા માથાભારે શખ્સોને બે વર્ષ માટે સાત જિલ્લામાંથી તડીપાર કરવાનો હુક્મ વ્યારા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટે કરતાં તાપી જિલ્લા એલસીબી પોલીસે માથાભારે શખ્સોને ઝડપી પાડી જિલ્લા બહાર ખદેડી મુક્યા છે.તાપી જિલ્લાના સોનગઢ નગરના અમનપાર્કમાં રહેતો તોસિફખાન આઝમખાન પઠાણ અને જિશાન શબ્બીરખાન પઠાણ રહે,યદુનંદન હોટલની પાછળ,આરટીઓ ચેકપોસ્ટ પાસે-સોનગઢ નાઓ માથાભારે અને ઝનુની સ્વભાવનો તેમજ ગુનાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતા.કાયદો વ્યવસ્થાનો ભંગ કરતો હોઇ જે બાબતે તેની વિરૃધ્ધમાં પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવા છતાં તેણે આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખી હોવાથી તેને રોકવા તડીપાર કરવા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.વ્યારા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ તુષારભાઈ કે.જાનીએ બંને આરોપીઓને તાપી જિલ્લાના સાતેય તાલુકા તેમજ સુરત,નવસારી,વલસાડ,આહવા-ડાંગ,નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લાઓ માંથી તડીપાર કરવાનો હુક્મ કર્યાે હતો.હુક્મના આધારે બંને માથાભારે શખ્સોને તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસે ઝડપી લઇ મહારાષ્ટ્ર રાજ્યમાં ખદેડી મુક્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application