તાપીમિત્ર ન્યુઝ,સુરત:જહાંગીરપુરા એમ.વી. સર્કલ પાસે અંજની ગ્રીન પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો રૂ.૧૦,૫૦૦ની મત્તા ભરેલુ પર્સ ચોરી કરી નાસી છુટયા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. અડાજણ એલ.પી.સવાણી રોડ રત્નમણી સોસાયટીમાં રહેતા વિરલભાઇ દેવેન્દ્રભાઇ મહેતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧લી ડિસેમ્બરના રોજ સાંજના સમયે જહાંગીરપુરા એમ.વી.સર્કલ નજીક અંજની ગ્રીન પાર્ટી પ્લોટમાં લગન્ પ્રસંગ હોવાથી પરિવાર સાથે કાર લઇને ગયા હતા. પોતાની વેગન આર કાર પાર્ટી પ્લોટની બહાર રોડ પર પાર્ક કરી હતી. મહેતા પરિવાર લગ્નમાં વ્યસ્ત હતા. ત્યારે તસ્કરોએ ગાડીનો કાચ તોડી અંદરથી મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૧૦,૫૦૦ ભરેલુ પર્સ ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ કારમાંથી પર્સ ચોરી થયુ હોવાનું ભાન થતાં વિરલભાઇએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application