Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણીની જાહેરાત બાદ મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રૂપિયા જપ્ત કરાયા

  • November 24, 2023 

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે તારીખ 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કાર ચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે, વાહન ચેકિંગ દરમિયાન એક કારમાં બે સુટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયા તો પોલીસના હોશ જ ઊડી ગયા.



પોલીસે રોકડ જપ્ત કરી અને તેને આવકવેરા વિભાગને સોંપી દીધી.  અગાઉ ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. આ રકમ 2018માં આ પાંચ રાજ્યોમાં મળી આવેલી રોકડ કરતાં 7 ગણી વધુ છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપે છે. માહિતી અનુસાર ચૂંટણીની જાહેરાત બાદથી મધ્યપ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. જોકે 2018માં આ રકમ 239.15 કરોડ રૂપિયા હતી. અગાઉ ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકથી ચૂંટણી પંચે 1400 કરોડ રૂપિયાથી વધુની બેહિસાબી રોકડ જપ્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application