તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૬.૧૨.૧૯ ના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આયોજિત "એકલ અભિયાન" કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓ સંદર્ભે કલેક્ટર આર.જે.હાલાણીની બેઠક મળી હતી.બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે સબંધિત વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી અંગે જરૂરી રચનાત્મક સુચન કરી સમયમર્યાદામાં તમામ આનુસંગિક કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતુ. ખાસ કરીને કાર્યક્રમના સ્થળે મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી,આરોગ્ય, વીજળી ,કાયદો-વ્યવસ્થા, પાર્કીંગ વ્યવસ્થા સહિતની જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનીયા, નાયબ પોલિસવડા આર.એલ.માવાણી, વ્યારા પ્રાંત તુષાર જાની સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500