તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામના વિસ્તારમાં તા.૨૯ નવેમ્બર નારોજ ત્રણ અજાણ્યા શખ્સો પોતાની ઓળખ એક રાજય સેવક તરીકે જણાવી જે હોોદ્દા ઉપર હોવાનો ઢોંગ કરી ખોટું નામ ધારણ કરીને સરપંચ પાસેથી રૂપિયા ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન ત્રણેય અજાણ્યા ઈસમો પાસેથી તમારો સંદેશ(પ્રેસ) નામના આઇકાર્ડ પણ મળી આવ્યા હતા,આઇકાર્ડ ઉપર નામો પણ અલગ હતા,તપાસ દરમિયાન જેઓના નામ અલગ હોવાનું બહાર આવ્યું હતું. આવા કોઇ પત્રકાર ન હોવાનું જણાતા ગામના સરપંચે કહેવાતા ત્રણેય પત્રકારોને પોલીસને હવાલે કર્યા હતા. ત્રણેય જણા પત્રકાર હોવાનું જણાવી ઉઘરાણું કરવાની પેરવી કરતા ત્રણેય શખ્સો (૧) તુષારભાઇ બાબુભાઇ રિબડીયા રહે,મોણવેલ,તા.ધારી,જી.અમરેલી,હાલ રહે.અષ્ટ્મંગલ સોસાયટી,ઓચીટ નીલોન પોલીસ સ્ટેશન પાસે,અમદાવાદ (૨) મનીષભાઇ રાજેશ્વરી દીક્ષીત્ રહે.તિવારી ચાલ,ઘર નં.૧,પારનેરા,જી.વલસાડ,હાલ રહે,બારસમાંગ બગલો,નીયર 'મકરબારોડ,મહીધરપુરા,
અમદાવાદ (૩) યાગ્નીક અશોકભાઇ વાડદોરિયા રહે,લીબાળી,જુની સ્કુલ પાસે,ઇતરીયા,તા.ગઢડા, જી.બોટાદ, હાલ રહે,સાલીચ્રામ હાઉસ,ઇન્દ્રવિહાર સોસાયટી, નિકોન-અમદાવાદ નાઓ વિરુદ્ધ વિજયભાઇ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.સમગ્ર મામલે ડોલવણ પોલીસ દ્વારા ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રેઉલ્લેખનિય છેકે, પત્રકારત્વ જોડે જેમને ન્હાવા ધોવાનો સબંધ નથી તેવા કેટલાક લોકો પ્રેસ લખાણ વાળા આઈ કાર્ડ સાથે પોતે પ્રેસમાં હોવાનું જણાવી બેફામ વાણી વિલાસ તેમજ અધિકારીઓ સાથે તોછડું વર્તન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમાં પણ ખાસ કરીને જિલ્લા સેવા સદનમાં આંટા ફેરા મારતા કેટલાક બોગસ પત્રકારોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500