ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા આજરોજ રાજપીપળા મામલતદાર કચેરી સામે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,પ્રાથમિક શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ના અમલ તેમજ છઠ્ઠા પગારપંચ ના અમલ મા રહેલી વિસંગતતાઓ ને દુર કરી તા.01/01/2016 ની અસર થી સમગ્ર દેશના શિક્ષકો માટે સમાન રીતે લાગુ કરવી,ફીક્સ વેતન મા સુધારો કરવો,નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ મા રહેલી ખોટી જોગવાઇઓ ને નાબુદ કરવા જેવી વિવિધ માંગણીઓ કરવામા આવી હતી.નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંલગ્ન છે અને રાષ્ટ્રીય સ્તરે પણ અખીલ ભારતીય પ્રા.શિ.સંઘ સાથે પણ જોડાયેલું છે અને જો તેમની વ્યાજબી માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામા નહીં આવે તો તાલુકા લેવલે થી રાષ્ટ્રીય સ્તર સુધી આંદોલન ચલાવવામાં આવશે અને જરુર જણાશે તો દિલ્હી સંસદ ભવન સામે અઠવાડિયા સુધી ક્રમીક ઉપવાસ આંદોલન કરવા સુધી ની તૈયારીઓ કરાશે તેમ નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો પ્રમુખ શ્રી રમેશ ભાઈ ગોહીલ, તેમજ મંત્રી શ્રી કલમ ભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવેલ.આ કાર્યક્રમમાં તાલુકા લેવલ ના આ કાર્યક્રમમાં લગભગ 100 થી વધુ શિક્ષકો અને શિક્ષીકાઓ દ્રારા ભાગ લેવામા આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application