તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાંડેસરામાં આવેલા એલ.આઇ.જી આવાસ તોડવા માટે પાલિકાની ટીમ આવતા પાલિકાની ટીમ અને સ્થાનિકો આમને સામને આવી ગયા હતા. લોકોના વિરોધના પગલે પોલીસ સાથે રાખવાની ફરજ પડી હતી. પાંડેસરા સ્થિત એલ.આઇ.જી. આવાસના મોટા ભાગના મકાનોની હાલત જર્જરીત થઇ છે. ગમે ત્યારે પડી જાય તેવી શકયતાના પગલે ઉધના ઝોન દ્વારા ગુરૂવારે ડિમોલીશનની કામગીરી માટે ત્યાં પહોîચી ગયા હતા. પરંતુ પાલિકાના કર્મચારીઓએ ડિમોલીશનની કામગીરી શરૂ કરતાં જ રહીશોએ કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક રહીશો અને પાલિકાના કર્મચારીઓ સામસામે આવી જતાં માહોલ ગરમાયો હતો. સ્થાનિકોએ પાલિકાના કર્મચારીઓનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. ડિમોલીશન માટે લાવવામાં આવેલા જેસીબી મશીન પર રહીશો ચડી જતાં મનપાની કામગીરી અટકી હતી. માહોલ બગડે તેï પહેલા આજુબાજુની પોલીસ દોડી આવી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે નોટીશ આપ્યા વગર ડિમોલીશન કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા. તેમણે મકાન ખાલી કરવા માટે નોટીશો આપ્યા વગર લાઇટ અને નળ કનેકશન કાપી નાંખ્યા હતા. જેથી લોકો પાણી અને અંધારામાં રહેવા મજબુર બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application