ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ-રાજપીપળા:રાજપીપળા શહેર મા પાછલા કેટલાંક સમય થી સતત થઈ રહેલા ભારે વરસાદ થી શહેર ના રોડ રસ્તાઓ તૂટી ફુટી ને નવરા થઈ ચૂક્યા છે,તંત્ર દ્વારા મોડે-મોડે રોડ ના ખાડાઓમા માટી અને કપચા નાંખી ને સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરાયો પણ એ નિરર્થક નિવડ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.હાલ નવરાત્રિ અને હરિસિદ્ધી માતા ના પ્રાંગણ મેળા ભરાતો હોય,લોકો અને વાહનોની ભારે ભીડ અને અવર જવર રહેતા,મેળા મા આવનાર લોકો ને મોઢાં ઉપર સતત કપડું ઢાંકી ને ચાલવું પડે છે.શહેર ના રાજરોક્ષી સિનેમા થી લઈને સંતોષ ચાર રસ્તા થી ગાંધી ચોક રાજ માર્ગ સુધી અને છત્રવિલાસ થી કોર્ટ સુધી આખો દિવસ વાહનો ની ભારે અવર જવર થી ધુળ ની ડમરીઓ ઉડે છે, જેનાથી ખાસ કરીને દ્વિ-ચક્રી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, સતત ધુળ શ્ર્વાસ મા જવાને કારણે નગરજનોના ને ખાંસી-દમ અને એલર્જી જેવા સ્વાસ્થ્ય ના પ્રશ્નો ઉદ્ભવતા શારીરીક અને આર્થિક નુકશાન વેઠવાનો આવી રહ્યો છે.આગામી સમય મા દિવાળી નજીક મા હોય ને જો રોડ રસ્તા ની હાલત સુધારવા મા ના આવે તો, નગરજનોની તહેવાર માણવાની મઝા બગડી શકે છે,આ બાબતે તંત્ર દ્વારા જલ્દી થી સુધારો કરે એવી નગરજનોની તિવ્ર માંગણી છે.
High light:નગરપાલિકા પ્લાસ્ટિક મુક્તિ માટે ચેકીંગ હાથ ધરી દંડ વસુલ કરે છે પરંતુ ધૂળરૂપી પ્રદુષણ અને અન્ય પાયાની સુવિધા બાબતે પગલાં લે એ ખાસ જરૂરી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application