Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં રસ્તો ન બનતા પરિવાર સાથે ભુખ હડતાલ પર બેસવાની ચીમકી સાથે કલેક્ટરને આવેદન  

  • September 18, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર-રાજપીપળા:ઘણા સમય થી રસ્તો બનવવાની માંગ કરી રહેલા વડિયા ના રહીશો હવે લડાયક મૂડમાં આવતા પરિવાર સાથે ભુખ હડતાલ પર બેસવાની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે.વડિયા ગ્રામ પંચાયત સદસ્ય અને ન્યાય સમિતિના અઘ્યક્ષ ચંદ્રેશ પરમાર,વિજય વસાવા,આશિષ પટેલ મેહુલ વ્યાસ,મેહુલ પંચાલ,સોમભાઈ વસાવા,માનસિંગ ભાઈ વસાવા સહિતના વડિયા સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ જાહેર થયેલ છે.વિશ્વવની સૌથી ઊચી પ્રતિમા નર્મદા જિલ્લામાં આવી હોય ત્યારે આ જિલ્લાના વડામથક રાજપીપળામાં વડિયા જકાત નાકા થી વડિયાગામ વચ્ચે આવેલ સોસયટીઓના રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તે કેટલું યોગ્ય..? વડિયાના આ રોડ ની લંબાઈ ફક્ત 900 મીટર હોવા છતા પણ ન બનતા તેમજ વર્તમાન સ્થિતિ જોતા બધા દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા હોવાનું પણ આવેદનમાં જણાવ્યું છે.વધુમાં વડિયા જકાતનાકા થી વડિયાગામને જોડતો કાચો માર્ગ છે ત્યાં લગભગ ૭-૮ સોસાયટીઓ આવેલી છે.આ સોસાયટીમાં આશરે ૪૦૦ પરીવારો રહે છે.પરંતુ ત્યાં પાકો રસ્તો ન હોવાના કારણે સ્થાનિક લોકો ગંભીર સમસ્યાઓ ભોગવી રહ્યા છે.અને તેના ગંભીર પરીણામો પણ જોવા મળી રહ્યા છે.બિસ્માર હાલતમાં આ કાચો રસ્તો ક્યારે કોનો ભોગ લે એ બાબતે સ્થાનિકોમાં ડર પણ ફેલાયો છે.આ માર્ગના કારણે બાળકો શાળાએ ન જઇ શકતા અભ્યાસ પર તેની અસર પડે છે ત્યારે આ રસ્તા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતા કોઇ પરિણામ ન મળતા તેમજ સોસાયટીના રહીશોની તકલીફો જોવા માટે તંત્ર પણ ન આવતા આ સોસાયટીના રહીશો પુરા પરિવાર સાથે ભારતીય સંવિધાને આપેલા મૂળભૂત અધિકારોની રુએ તા.૨૧ સપ્ટેમ્બર થી કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે ભૂખહડતાલ પર બેસી અહિંસક આંદોલન કરવા બાબતે વડિયાના રહીશો એ નર્મદા કલેક્ટરને આવેદન આપ્યું છે.ત્યારે નર્મદા કલેક્ટર શું પગલાં લેશે એ જોવું રહ્યું...  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application