Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં પીયૂસી સેન્ટર પર લાંબી લાઈન લાગી:વાહનચાલકોમાં ફફડાટ

  • September 16, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આજથી આરટીઓ ના નવા નિયમ તાપી જિલ્લા સહિત રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે.નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે.નવા નિયમો (Motor Vehicle Act 2019) આજથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ પીયૂસી કઢાવવા દોડતા થઈ ગયા છે.તાપી જિલ્લા સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ છે.જેને પગલે હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં વધારો થયો છે.ફફડાટના કારણે રસ્તા પર અનેક લોકો આજે ટ્રાફિક નિયમોનું પાલન કરતા નજરે પડ્યા હતા.તો સાથે જ ફોર વ્હીલરના ચાલકોએ પણ સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કર્યું છે.જોકે,લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવી છે,પરંતુ હજુ ઘણા લોકો ટ્રાફિકના નવા નિયમનું પાલન નથી કરી રહ્યાં.નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ તાપી જિલ્લામાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારાઓને મેમો પકડાવવામાં આવી રહ્યાં છે.સીટ બેલ્ટ ન પહેર્યો,હેલ્મેટ ન પહેરી,સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે,જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે.આજથી ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ છે,ત્યારે ટ્રાફિકના નવા નિયમ આવતા લોકોમાં એકાએક અવેરનેસ આવી છે.તાપી જિલ્લાના વ્યારા ખાતે પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા લોકો નજરે પડ્યા હતા.પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી લોકો પીયૂસી કઢાવવા માટે દોડી આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application