તાપીમિત્ર ન્યુઝ,વ્યારાઃતાપી જિલ્લાના વ્યારા તથા સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા, મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ (એસ.સી.)ના લાભાર્થીઓ,કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ.૧,પ૦,૦૦૦/-થી ઓછી હોય, અને સક્ષમ અધિકારી પાસેથી તેમણે જાતિ પ્રમાણપત્ર, વસવાટનો આધાર પુરાવો મેળવ્યો હોય,તથા લાભાર્થીના પોતાના કે તેના પિતાના નામે ખુલ્લો પ્લોટ/જમીન ધારણ કરતા હોય,તો આવા લાભાર્થીઓને ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.આ લાભ મેળવવા ઇચ્છતા અરજદારો નાયબ નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,જિલ્લા સેવા સદન,બ્લોક નંબર-૬, પ્રથમ માળ,પાનવાડી,વ્યારા (ફોન નંબર ૦૨૬૨૬-૨૨૦૮૬૯)ની મુલાકાત લઇ શકે છે.આ ઉપરાંત આ યોજના અંગેના ફોર્મ રાજ્ય સરકારની વેબસાઇટ www.gswan.gov.in ઉપરથી પણ વિનામૂલ્યે મેળવી શકાય છે.જેની સંબંધકર્તાઓને નોંધ લેવા એક અખબારી યાદીથી જણાવાયું છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500