Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:માતાએ જમવાનું નહિ આપતા પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી:પોલીસ તપાસ શરૂ

  • September 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:માતાથી અલગ રહેતા પહેલા પતિના પુત્રએ બીજા પતિના પુત્રો સાથે રહેતી માતાના ઘરે આવી જમવાનું માંગ્યું હતુ.માતાએ જમવા આપવાની ના પાડતા આવેશમાં આવેલા પુત્રએ માતાની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સૂત્રો અનુસાર તાપી જીલ્લાના વાલોડ તાલુકાના રાનવેરી ગામના નિશાળ ફળિયામાં સુરીતાબેન દિલીપભાઇ ગામીત જેમનું મર્ડર થયું છે,એમના આગલા પતિનુ એક સંતાન આશીષભાઇ નવીનભાઇ ચૌધરી અને નવીનભાઇના અવસાન પછી બીજા લગ્ન દિલિપભાઇ જોડે લગ્ન ક્યા હતા.તેમના થકી બે સંતાન રોબિન અને અવિનાશ છે.સુરિતાબેન પાપડ વીણી ગુજરાન ચલાવતા હતા. બુધવારે સાંજે સાત વાગ્યે આશિષ સુરીતાબેન પાસે ઘરે આવી જમવાનું માંગતો હતો.ત્યારે સુરીતાબેને અમારા ઘરે તારા માટે જમવાનું બનાવેલું નથી.એમ જણાવતા આશિષ ઉશ્કેરાઈ ગયો હતો અને માતા સાથે બોલાચાલી કરી હતી.તે દરમિયાન રોબિન અને અવિનાશ જતા રહ્યા હતા.અવિનાશ થોડા સમય પછી આવી ગયો હતો અને રોબિન ત્રણ વાગ્યે આવતા માતા પલંગ પર ચાદર ઓઢી સૂતી હતી.માતા સવારે માતા ન ઉઠતા તેને કાનની પાછળ તથા જમણા કાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચેલી હતી.તેણે આશિષને પૂછતા આશિષે માતા પલંગ પર સુતી હતી.ત્યારે ગુસ્સો આવતા મારી નાખેલી હોવાનું જણાવતા રોબીન દિલિપભાઇ ગામીતની ફરિયાદને આધારે વાલોડ પોલીસે આરોપીની પૂછતાછ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application