હરિયાણા,પંજાબ:એક વ્યક્તિએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે.પતિએ પત્નીથી છૂટાછેડા માટે જે કારણો આપ્યો છે તેનાથી દરેક હેરાન થઇ શકે છે.અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે,તેની પત્ની તેના માતાપિતા સાથે ફોન પર વાત કરવાનું અથવા તેમના ઘરે જવાનું પસંદ કરે છે.એવો આરોપ છે કે,તેની પત્ની તેના માટે ખાવાનું પણ બનાવતી નથી.આવી સ્થિતિમાં તેને સવારે ભૂખ્યા કામ પર જવું પડે છે.હવે તેને તેની પત્નીથી છૂટાછેડાની જરૂર છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ચંદીગઢના રહેવાસીએ છૂટાછેડા માટે જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી.અપીલ નામંજૂર થયા પછી તેણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી.કોર્ટમાં અરજી કરતી વખતે પતિએ આરોપ લગાવ્યો હતો કે,તેની પત્ની ફક્ત તેના પિયરપક્ષના લોકો સાથે વાત કરવી અથવા તેમના ઘરે જવું પસંદ કરે છે,સાસરાવાળા કોઈ સંબંધી કે પરિચિતને મળવા માંગતી નથી.તેણે એમ પણ કહ્યું હતું કે,મહિલાના કોઈ બીજા વ્યક્તિ સાથે પણ સંબંધ હતા.તેના જવાબમાં તેની પત્નીએ કોર્ટમાં કહ્યું હતું કે,તેનો પતિ તેને દહેજ માટે ત્રાસ આપે છે અને તેથી જ તે આ પ્રકારના આરોપો લગાવી રહ્યો છે.કોર્ટે તેના પતિને ઠપકો આપતા કહ્યું હતું કે,દરેક દંપતીની વચ્ચે આવી નાની નાની વાતો થાય છે.તેથી,પરસ્પર ચર્ચા દ્વારા આ મુદ્દાને ઉકેલ કરો.તે જ સમયે કોર્ટે કહ્યું કે,ફોન પર વાત કરવી કે ખાવાનું ન બનાવવું તે ક્રૂરતાના દાયરામાં નથી આવતું.ત્યારબાદ કોર્ટે છૂટાછેડાની અરજીને ફગાવી દીધી હતી.તે જ સમયે,કોર્ટે કહ્યું કે,આવી અરજીઓ કોર્ટનો સમય બગાડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500