મુંબઈ:ગણપતિ બાપાને વિધ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે,તેથી ભક્તો તેમને પત્ર લખીને પોતાની સમસ્યા જણાવી રહ્યા છે અને તેના ઉકેલ માટે પ્રાર્થના કરી રહ્યા છે.મુંબઈના સુપ્રસીદ્ધ લાગબાગના રાજાના શરણે આવા અનેક પત્રો આવ્યા છે.એમાં કોઇ ભકત બિયર બારના લાઇસન્સની માગણી કરી રહ્યો છે,તો કોઇક લગ્ન માટે છોકરીની માગણી કરી રહ્યો છે.અમુકે ગાડી-બંગલાની માગણી કરી છે તો અમુકે પરીક્ષામાં સારા માર્કશ મળે તે માટે ગણપતિને આજીજી કરી છે.તે સિવાય એક પોલીસ કોન્સ્ટેબલે પણ માગણી કરી છે કે કા તો તેની બદલી થઇ જાય અથવા તેની ઉપરી અધિકારીની બદલી થઇ જાય.કોઇને બ્લડ પ્રેશર ઓછું કરવુ છે,તો કોઇને શુગર,સાંધાનો દુખાવો, હૃદયને લાગતી બીમારીથી મુક્ત થવું છે.આ અંગે લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના જણાવ્યા અનુસાર,આવા અનેક પત્રો વાંચીને અમને હસવું આવે છે,પરંતુ અમુક પત્ર એવા પણ હોય છે જે વાંચીને આંખમાં આસુ આવી જાય.આજના જમાનામાં લોકો એકબીજાને પત્ર લખવાનું ભૂલી ગયા છે ત્યારે લાલબાગના રાજાને લોકો પત્ર લખે છે.બાપ્પા 64 કલાના અધિપતી અને વિદ્યાના દેવતા છે.એટલે જ તેમને સંસ્કૃત સહિત મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી,ઉર્દુ ભાષાના પત્રો વાચવા પડે છે.એટલું જ નહી,અમુકના પત્ર ચાર લાઇનમાં હોય છે, તો અમુકના પત્ર છ પાનાના હોય છે. ઉપરથી અમુક ભકતો ભગવાન સાથે પણ રીતસરની ડીલ કરે છે જેમ કે તમે મારી ઇચ્છા પૂરી કરશો તો હું તમને બદલામાં આટલો ચઢાવો કરીશે.હવે કોનો પત્ર વાંચીને કોનું કામ પાર પાડવું એ તો ગણપતી બાપ્પાના હાથમાં જ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500