નવી દિલ્હી:ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ આજે મધરાત બાદ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે.વિક્રમ ચંદ્રના દક્ષિણી ધ્રુવના રહસ્યોને સામે લાવી શકે છે.ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને શુક્રવાર અને શનિવારની વચ્ચે મધરાતે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવશે અને તે રાતે દોઢથી અઢી વચ્ચે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.ઈસરોનું કહેવું છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ વિસ્તાર ખુબ રસપ્રદ છે. કારણ કે તે ઉત્તર ધ્રુવની સરખામણીમાં મોટો વિસ્તાર છે અને અંધારામાં ડૂબેલો હોય છે.ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અત્યાર સુધી અજાણ્યો રહ્યો છે.અત્રે જણાવવાનું કે,2 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2ના મિશનને મોટી સફળતા મળી હતી જેમાં ચંદ્રયાન-2ના ઓર્બિટરથી લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું.વિક્રમ લેન્ડરમાં અત્યાધુનિક ઉપકરણો લગાવવામાં આવેલા છે.જે ચંદ્રની સપાટી પર અનેક મહત્વના સંશોધન કરશે. વિક્રમની સાથે જ ચંદ્રની સપાટી પર પજ્ઞાન નામનું રોબોટિક યાન પણ ઉતરણ કરશે.આ સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પહોંચનારો દુનિયાનો પહેલો દેશ બની જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application