Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરી ના ગુન્હામાં છેલ્લા ૬ માસથી ફરાર આરોપીઓને ઝડપી પાડતી તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ

  • August 23, 2019 

તાપીમિત્ર ન્યૂઝ-વ્યારા:તાપી જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી નાઓની સુચના મુજબ તેમજ તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ ડી.એસ.લાડ નાઓના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.તે દરમિયાન ખાનપુર ગામે પહોંચેલી એલસીબીની ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વ્યારા પોલીસ સ્ટેશનના ચોપડે વાયર ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ આરોપી (૧)નિલેશ લિમજીભાઇ કોટવાડીયા(૨)બાલ ગુરજીભાઈ કોટવાડીયા(૩)અનિલ મોહનભાઇ કોટવાળીયા રહે,છીરમા-નદી ફળીયુ નાઓ પોતાના ઘરે હાજર છે,જેના આધારે ઘરે તપાસ કરતા ત્રણેય આરોપીઓ ઝડપાઇ ગયા હતા.જેઓએ ગુનાની કબુલાત કરતા ત્રણેય આરોપીઓની અટક કરી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application