તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના માંડળ ખાતે કાર્યરત ટોલનાકુ શરૂઆતથી જ વિવિદમાં રહ્યું છે,જીલ્લાના સ્થાનિક વાહનચાલકોને ટોલટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે અનેક રજૂઆતો થઇ અંદોલનો થયા,ચક્કાજામ પણ કરવામાં આવ્યા તેમછતાં ટોલનાકાના સંચાલકો યેનકેન પ્રકારે જબરન ટોલટેક્સ વસુલાતની કામગીરી ચાલુ રાખી હતી,જેને કારણે સ્થાનિકોમાં રોષ ચરમસીમાએ પહોચ્યો હતો.અને ગત રાત્રીએ ટોલનાકા ઉપર આદિવાસીઓના હિતમાં કામ કરતું એક સંગઠન અને સ્થાનિક વાહનચાલકોએ ટોલટેક્સ મુદ્દે ચક્કાજામ કર્યું હતું,ટોલનાકા ના બંને તરફ વાહનની લાંબી કતરો લાગી ગઈ હતી.ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જેને લઇ પોલીસ ખાતાના અધિકારીઓ કાફલા સાથે ટોલનાકા પર દોડી આવ્યા હતા.
તાપી જીલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર સોનગઢના માંડળ ખાતે કાર્યરત ટોલનાકા પરથી અવરજવર કરતા જીજે-26 પાર્સીંગના વાહનો ટોલટેક્સ માંથી મુક્તિ આપવાનો નિર્ણય જીલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો હોવાછતાં સ્થાનિક વાહનચાલકો પાસેથી યેનકેન પ્રકારે વોટીંગકાર્ડ અને ગાડીની આરસી સાથે રસીદ વિના 100 રૂપિયા વસુલાત કરવામાં આવતા સ્થાનિક વાહનચાલકોમાં રોષની ફાટી નીકળ્યો હતો,સલામત માર્ગ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી સોમા આઈસોલેક્સ કંપનીના જવાબદાર સંચાલકો સમયસર માર્ગ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ પણ કરતા ના હોય જેના કારણે વાહનચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડતું હતું,ગતરોજ કુકરમુંડા ખાતે પુરપીડિતોની સહાય માટે ગયેલું એક સંગઠન પોતાના વાહનો સાથે રાત્રે પરત ફરી રહ્યું હતું ત્યારે માંડળ ટોલનાકા પર ટોલટેક્સ મુદ્દે વિવાદ સર્જાયો હતો જોતજોતા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.ટોલનાકાના બંને તરફ વાહનોની લાંબી કરતો લાગી ગઈ હતી,ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા,જીલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આદિવાસીઓના હિતમાં કામ કરતું એક સંગઠન અને સ્થાનિક વાહનચાલકોએ ટોલટેક્સ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી સ્થાનિક વાહનચાલકોને ટોલટેક્સ માંથી મુક્તિ નહી મળે ત્યાં સુધી તમામ વાહનની અવરજવર પર રોક લાગવી દેવામાં આવી હતી.અંતે ટોલનાકાનો મેનેજર ઉપેન્દ્રસિંહ ચોહાણ પોલીસ પ્રોટેકશન સાથે હાજર થયો હતો સ્થાનિક વાહનચાલકોને લેખિતમાં બાંહેધરી આપતા જણાવ્યું હતું કે,હું મેનેજર માંડળ ટોલનાકાના હોદ્દાના રૂએ,આજ રોજ તા.13/08/2019 મંગળવાર સમય 09:15 રાત્રીના કલાકે તમામ જાહેર જનતાને બાંહેધરી આપું છું,તાપી જીલ્લાની આરસી બુકવાળી તમામ ટુ-વ્હીલર,ફોર-વ્હીલર,છોટાહાથી,ટેક્સી પાર્સીંગ,વાળી તમામ વાહનો પાસે કોઇપણ પ્રકારનો ટોલટેક્સ લેવામાં કે વસુલવામાં આવશે નહી.અહીંથી કોઇપણ પ્રકારના કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે નહી.જ્યાં સુધી માંડળ ટોલ નાકું રહેશે ત્યાં સુધી આ નિયમ રહેશે.”ટોલનાકા પર ઉપસ્થિત જનમેદની વચ્ચે લખાણ વાંચી સંભળાવ્યા બાદ સર્વાનુમતે આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.કાયદાઓ અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લા એલસીબી પોલીસ,સોનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતો,ટોલટેક્સ મુદ્દે એક જાગ્રત નાગરિક સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે,હવે પછી માંડળ ટોલનાકાના સંચાલકો દ્વારા સ્થાનિક વાહનચાલકોને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો ખેર નથી....
high light-ટોલનાકાનો મેનેજર ઉપેન્દ્રસિંહ ચોહાણ પોલીસ પ્રોટેકશન સાથે હાજર થયો હતો સ્થાનિક વાહનચાલકોને લેખિતમાં બાંહેધરી આપતા જણાવ્યું હતું કે,જ્યાં સુધી માંડળ ટોલ નાકું રહેશે ત્યાં સુધી સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવામાં કે વસુલવામાં આવશે નહી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500