Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ગ્રામ્ય વિસ્તારમાં પુર અસરગ્રસ્તોને મદદ માટે અપીલ,અંદાજિત 70 પરિવારોએ સંપુર્ણ ઘર વખરી અને મકાનો ગુમાવ્યા

  • August 12, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી નદી ના ઉપરવાસ ના ભારે વરસાદના કારણે તાપી જીલ્લાના અતિ છેવાડે આવેલું કુકરમુંડા તાલુકાના ઝૂમકુટી અને વડપાડા ગામ ના અંદાજિત 70 પરિવારોએ એમના ઘર ની સંપુર્ણ ઘર વખરી,અને મકાનો ગુમાવ્યા છે.પુરમાં અસરગ્રસ્તો ને માનવતાને ધોરણે મદદ કરવા એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.અને શહેરીજનોને મદદ કરવા અપીલ કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ મુજબ તાપી નદી ના ઉપરવાસ ના ભારે વરસાદ અને સાતપુડા ના વરસાદ ના કારણે કુકરમુંડા તાલુકા ના ગામ ઝૂમકુટી અને વડપાડા ગામ ના અંદાજિત 70 આદિવાસી પરિવારોએ એમના ઘર ની સંપુર્ણ ઘર વખરી,અને મકાનો ગુમાવ્યા છે.કલ્પેશ ઢોડિયા,ડો.સુરેશ ચૌધરી,ડો.સમીર ચૌધરી,ડો.શાંતિકર વસાવા,સાંગલિયાભાઈ વડવી,વીરલભાઈ કોકણી દ્વારા એકતા પરિષદ ના કાર્યકર્તા રવિભાઈ વડવી તથા ગામ ના આગેવાન અને સરપંચ સાથે રહી ગામની મુલાકાત કરી રાહતકાર્ય માટે એસેસમેન્ટ કરવામાં આવ્યું અને  ઘરઘર ની મુલાકાત અને  અસરગ્રસ્ત લોકો સાથે ની રૂબરૂ મુલાકાત ના અંતે નીચે મુજબ ની વસ્તુઓની તાત્કાલિક ધોરણે જરૂર જણાય છે....

  • ઓઢવા પાથરવા માટે ધાબળા,ચાદર,શેતરંજી..
  • અનાજ અને રાંધવા માટે મસાલા 
  • રાંધવા માટે વાસણો  જેમકે તપેલી, થાળી,વાડકીઓ,ચમચાઓ વગેરે
  • પાણી ભરવા માટે સાધનો જેવાકે ડોલ,કેરબાઓ,જગ વગેરે 
High light-ઉપરોક્ત વસ્તુઓ અથવા આર્થિક સહયોગ તારીખ 13/08/2019  મંગળવાર ના રોજ અસરગ્રસ્તો ને પહોંચાડવાની હોવાથી આવતી આજરોજ સાંજે 7.00 વાગ્યા સુધી વસ્તુઓ નીચે જણાવેલ જગ્યાઓ પર પહોંચાડવી તથા રોકડ સહાય માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો. High light-વસ્તુઓ પહોચાડવાનું સ્થળ.....
  1. રિધમ હોસ્પિટલ વ્યારા
  2. ખેડૂત ઉત્પાદન સ્ટોર,વાટીકા રેસીડેન્સી,મુસા રોડ વ્યારા
  3. જીવનદીપ હોસ્પિટલ વ્યારા
High light-નાણાકીય સહયોગ  અને પૂછપરછ માટે..... 
  1. મિતાબેન પટેલ ( 7984609134)
  2. એથેન્સ ગામીત (9586189484)
  3. સુજીત ચૌધરી (9979510600)
  4. વીરલ કોકણી ( 9428974223)
  5. ડો.સમીર ચૌધરી ( 9624077465)
  6. ડો.સુરેશ ચૌધરી ( 9825499474)
  7. કલ્પેશ ઢોડિયા ( 9879223793)
High light-ખાસ નોંધ........
  1. આપના ઘર માં વધારાના અથવા ઉપયોગમાં ના હોય એવા વાસણો પણ આપી શકો છો 
  2. જેમની પોતાની ઈચ્છા 13/08/19 ના રોજ આવવાની હોય સેવા માટે તેવો પણ નામ લખાવી શકે છે.
  3. મેડિકલ ટીમ પણ આવી રહી છે રિથમ હોસ્પિટલ તરફથી જેને સેવા આપવી હોય એ આવી શકે છે.
  4. ટીમ મંગળવાર તારીખ 13/08/19 ના રોજ બધુ સામાન અને એમ્બ્યુલન્સ સાથે સવારે 7.00 વાગ્યે રિધમ હોસ્પિટલ થી નીકળશે.
  5. આજરોજ એટલે કે તા.12મી ઓગસ્ટ 2019 નારોજ સાંજે 8.00 વાગ્યે વ્યારા ખાતે ચૌધરી સમાજ ની વાડીએ સંકલન મિટિંગ અને ત્યારબાદ આવેલ સામાન નું પેકીંગ કરવાનું હોવાથી જેમણે પણ મદદ કરવાની ઈચ્છા હોય તેમણે મદદ માટે હાજર રેહવું.
     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application