નવી દિલ્હી:કેન્દ્રની મોદી સરકારે આજે એક એવો નિર્ણય લીધો છે જે આઝાદી પછી કોઇપણ સરકાર કે કોઇપણ પક્ષ લઇ શકી નથી.મોદી સરકારે આજે વિવાદીત કલમ ૩૭૦ તથા ૩૫એ હટાવી એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.જે પછી જમ્મુ-કાશ્મીર અને લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.સરકારના આ નિર્ણયને રાષ્ટ્રપતિએ પણ અનુમોદન આપી દીધુ છે.જમ્મુ-કાશ્મીર પુનઃગઠન વિધેયકને આવતીકાલે લોકસભામાં રજૂ કરવામાં આવશે.જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પરદેશ બનાવવામાં આવ્યો છે જ્યારે લડાખને પણ અલગ રીતે કેન્દ્રશાસિત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિએ પણ સરકારી ગેઝેટનો સ્વીકાર કર્યો છે.ગૃહમંત્રીએ આજે જમ્મુ-કાશ્મીર પુનઃગઠન રજૂ કર્યા બાદ રાજ્યસભામાં જોરદાર હંગામો થયો હતો.જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.ગૃહમંત્રી અમિત શાહે આજે રાજય સભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યુ.બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો.આ સાથે જ તેમણે રાજયમાંથી કલમ ૩૭૦ હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો.નવા કાયદા મુજબ ભારતમાં બંધારણની કલમ ૩૭૦ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ કરવાની આર્ટિકલ ૩પ-એ પણ હટાવી દેવાઇ છે.જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવાયું છે.જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિતપ્રદેશ બનશે.લદાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. દેશના ઈતિહાસમાં ૭૨ વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.જમ્મૂ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવાઈ છે.આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરને અલગ રાજય બનાવી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે.રાજયસભામાં અમિત શાહે રજૂ કરેલાં આ અંગેના સંકલ્પ પત્રને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર મોદી સરકારે આવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ભારત માટે મોટી વાત એ છે કે,હવે ખીણ પ્રદેશમાં પણ ભારતીય તિરંગો લહેરાશે એ પણ નિયમોનુસાર.અત્યારસુધીમાં રાજય સરકારે પોતાનો અલગ ઝંડાને માન્યતા આપી રાખી હતા. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની સાથે સાથે જમ્મૂ-કશ્મીરનો ઝંડો પણ સમાનાંતર રૂપે અસ્તિત્વમાં રહ્યો છે.હવે એ ધ્વજની માન્યતા જ સમાપ્ત થઈ ગઈ છે.જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે.ભારતે કાશ્મીર પર પોતાનો વાયદો ન નિભાવ્યો.જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે.જમ્મૂ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે.આ સાથે દ્યાટીમાંથી ૩૭૦ દ્વારા મળતો વિશેષાધિકાર હવે નહીં મળે.આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે.આમ હવે લદ્દાખ હવે એક અલગ રાજય હશે.જયાં વિધાનસભા ચૂંટણી થશે.તેમજ લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જયાં કમાન લેફ.જનરલ ના હાથમાં રહેશે.જમ્મૂ-કાશ્મીર આરક્ષણ અને પૂનર્ગઠન બિલને બસપાએ સમર્થન આપ્યું છે.સપાના રામગોપાલે તેને ગેરબંધારણીય બતાવતાં કહ્યું કે,જો તમે બે ભાગમાં અલગ કરો છો તો જમ્મૂ-કાશ્મીરમાં આરક્ષણ કેવી લાગુ થશે.કોંગ્રેસ અને ટીએમસી આ બિલના વિરોધમાં છે.તેમણે જણાવ્યુ કે,સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે.આર્ટિકલ ૩૭૦ તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ લાગૂ નહી થાય.અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજયસભામાં જોરદાર હંગામો કર્યો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,કાશ્મીર મામલે તમામ સવાલોના જવાબ આપીશ.જો કે અમિત શાહના નિવેદન બાદ રાજયસભામાં હોબાળો જોવા મળ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી.જેમાં તમામ રાજયોને એલર્ટ આપવામાં આવ્યું હતું.અમિત શાહ કાશ્મીર મુદ્દાને લઇને રાજયસભા અને લોકસભામાં જવાબ આપશે.આ અગાઉ પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ફલ્ખ્ અજિત ડાભોલ સાથે મુલાકાત કરી હતી.રાજયસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી.કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. Highlight-આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર મોદી સરકારે આવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ભારત માટે મોટી વાત એ છે કે,હવે ખીણ પ્રદેશમાં પણ ભારતીય તિરંગો લહેરાશે એ પણ નિયમોનુસાર.
Highlight-વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા હતા. કલમ ૩૭૦ કયો પક્ષ સરકાર સાથે ? કોણ વિરૂધ્ધમાં ?? સરકારની સાથે બીજેડી,શિવ સેના,આપ,અન્ના ડીએમકે,બસપા સરકારની વિરૂધ્ધમાં-કોંગ્રેસ-પીડીપી-નેશનલ કોન્ફરન્સઃએમડીએમકે,જેડીયુ Highlight-કલમ ૩૭૦ હટતા હવે કાશ્મીરમાં શું શું બદલાશે ? રાજયનો વિશેષ દરજ્જો સમાપ્ત રાજયની ભૂગોળની સાથે સિયાસત પણ બદલી કોઇપણ નાગરિક ખરીદી શકશે સંપત્તિ હવે જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો નહિ રહે રાષ્ટ્રધ્વજ તિરંગો રહેશે રાજયપાલનું પદ સમાપ્તઃ પોલીસ કેન્દ્રને આધિન બેવડી નાગરિકતા સમાપ્તઃ બીજા રાજયના લોકો મત પણ આપી શકશે. ઉમેદવાર પણ બની શકશે.Highlight-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરની હશે વિધાનસભા લડાખ -ચંડીગઢ જેવો કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરનું હવે અલગથી બંધારણ નહિઃ ભારતીય બંધારણ લાગુ પડશે આરટીઆઈ કાનુન કાશ્મીરમાં પણ ચાલશે. બહારના રાજયના લોકોને પણ નોકરી મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
November 23, 2024વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
November 23, 2024Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો
November 23, 2024