તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સતત પડી રહેલા વરસાદે તાપી જિલ્લાવાસીઓ ને ખુશ કરી દીધા છે,કેટલાક કિસ્સાઓમાં જન જીવન ને અસર પહોંચી છે,પરંતુ સરવાળે તાપી જિલ્લાના લોકો અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો માં આનંદનો પાર નથી.તાપી જિલ્લામાં મોસમનો ૬૦ ટકા થી વધુ વરસાદ વરસી ચુક્યો છે,જેને પગલે જિલ્લા માંથી પસાર થતા નદી-નાળા બંને કાંઠે વહી રહ્યા છે,છેલ્લા પંદર દિવસ થી સતત પડી રહેલા વરસાદે જિલ્લાવાસીઓ સહિત જગતના તાત ને ખુશ કરી દીધા છે,કારણ કે તાપી જિલ્લો મહત્તમ વરસાદી ખેતી પર નભે છે,જેથી આગામી દિવસોમાં પણ આવોજ વરસાદ વરસે તેવી આશ જિલ્લાના લોકો સેવી રહ્યા છે.આજે બપોરના ૨ વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી ૩૦૬.૭૩ ફૂટ પર પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application