અમદાવાદઃપોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનના મામલો છેલ્લા એક વર્ષથી અટકેલો હતો.રાજ્ય સરકાર કોઈ ને કોઈ કારણસર નિર્ણય લઈ રહી ન હતી.ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે મહત્વનો નિર્ણય લેતાં સરકારે ૧૭/૦૫/૨૦૧૮ ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે પ્રમોશન પ્રક્રિયા આગળ ધપાવવા લીલીઝંડી આપી છે.જેના કારણે ૫૦૦ થી વધુ પીએસઆઇ ના પ્રમોશનનો માર્ગ મોકળો બન્યો છે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ આ કેસમાં પ્રમોશન આપવા અંગે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો,જેને હાઈકોર્ટે નવા આદેશ સાથે રદ્દ કર્યો છે. વર્ષ ૨૦૧૦માં ટ્રેનિંગમાં મેરીટ અને સિનિયોરીટી અંગે થયેલા વિવાદના કારણે છેલ્લા એક વર્ષથી પ્રમોશનની પ્રક્રિયા અટકી ગઈ હતી.રાજ્યમાં હાલ ૪૦૦ થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે.આ બાબતને ધ્યાનમાં રાખીને,ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ ખાલી જગ્યાઓ ભરવા જેને લાગુ પડતું હોય તેમને પોલીસ સબ ઈન્સપેક્ટર માંથી પોલીસ ઈન્સપેક્ટરનું નિયમાનુસાર પ્રમોશન આપવા માટે મંજૂરી આપવામાં આવી છે.હાઈકોર્ટના આ આદેશના કારણે ૫૦૦ થી વધુ પીએસઆઈ ના પ્રમોશનનો માર્ગ મોકળો બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application