Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:નેશનલ હાઇવે નંબર-૫૩ પર ઠેકઠેકાણે પડ્યા ખાડા:વાહનચાલકો ભગવાન ભરોસે

  • August 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જીલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવેનો રોડ ઠેકઠેકાણે બિલકુલ તુટી ગયો મસમોટા ખાડાઓ પડી ગયા છે.સતત વરસી રહેલા વરસાદના કારણે રોડનું ધોવાણ થવા પામ્યું છે.રોડ ઉપર દોઢથી બે ફુટના ખાડા પડ્યા છે.આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ખાસ કરીને રાત્રીના સુમારે વાહનચાલકોને રોડ ઉપર પડેલા ખાડામાં પડકાવાનો અને અકસ્માત સર્જાવાનો સતત ભય કોરી ખાઈ રહ્યો છે.સોનગઢના ડોસવાડા ગામના પાટીયા પાસે મસમોટા ખાડા પડયા છે જેમાં પટકવાના કારણે અનેક વાહનચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.અકસ્માત સર્જાયો છે.નેશનલ હાઇવે સમારકામ કરવાની જવાબદારી જેમના માથે સોંપવામાં આવી તેઓ દ્વારા પણ માત્ર દેખાડવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે.જેને લઈ વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અકસ્માતના નિવારણ અને વાહનચાલકોની સલામતી માટે નેશલન હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું તેમજ અકસ્માત સ્થળે રોડ ઉપર જાહેરાતરૂપી બોર્ડ-બેનરો પણ મુકવા માંગ કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં વરસાદ સતત જારી રહેશે તો નેશનલ હાઇવે માર્ગનું બિલકુલ ધોવાણ થઈ જશે અને ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડશે.અકસ્માતના નિવારણ અને વાહન ચાલકોની સલામતી માટે તંત્ર દ્વારા રોડ ઉપર પડેલા ખાડોઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application