Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ૮૯૩૮૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ:ખેડૂતોમાં આનંદ

  • July 31, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્‍લામાં અઠવાડીયાથી સતત પડી રહેલ હળવાથી ભારે સાર્વત્રિક વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.હાલ ઠેર ઠેર ખેડુતો દ્વારા ડાંગર રોપણીનું કામ પુરજોશમાં ચાલી રહયુ છે.આ ઉપરાંત બાકી વાવણીનું કામ પણ પુરુ કરવામાં લાગી ગયા છે. પશુપાલન પર આધારિત ઘાસચારો તેમજ શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોના વાવેતર પુરુ થવા આવ્યું છે.  જિલ્‍લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્‍ત થયેલ સાપ્તાહિક રીપોર્ટની માહિતી મુજબ તા.૨૬/૭/૨૦૧૯ સુધીમાં જિલ્‍લાની ૮૯૩૮૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.જિલ્‍લાનો છેલ્‍લા ત્રણ વર્ષનો સામાન્‍ય વાવેતર વિસ્‍તાર ૧૧૪૭૮૦ હેકટર રહયો છે.તેની સામે અત્‍યાર સુધીમાં જિલ્લાની ૮૯૩૮૦ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે.વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ડાંગરનું ૪૧૩૪૭૦ હેકટર અને તુવેર ૧૩૦૩૩ હેકટર સૌથી વધુ વાવેતર રહ્યુ છે.આ ઉપરાંત ૯૨૪૯ હેકટર જુવાર,૧૬૫૧ હેકટર મકાઇ અન્ય ધાન્ય ૮૯ હેકટરમાં,૭૦ હેક્ટર મગ, ૭૫૬ હેકટરમાં અડદ,૧૧૨ હેકટર અન્ય કઠોળ,૮૨૮ હેક્ટર મગફળી,૬૮૩૫ હેકટર સોયાબીન,૩૫૬૪ હેકટર શાકભાજી અને ૨૪૪૨ હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયુ છે.અત્યાર સુધીમાં તાલુકાવાર જોઈએ તો વાલોડ ૬૧૯૨ હેકટર,વ્યારા ૧૦૭૪૧ હેકટર,ડોલવણ ૮૭૩૯ હેકટર,સોનગઢ ૩૧૦૪૧ હેકટર,ઉચ્છલ ૧૨૦૪૮ હેકટર,નિઝર ૧૧૩૩૦ હેકટર અને કુકરમુન્ડા તાલુકામાં ૯૨૮૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application