તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગર માં ગતરોજ બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થતા જુદાજુદા બનબોમાં બે જણા ને ઇજા થઇ હતી,આ હુમલામાં વીએચપીના પ્રમુખ ને પણ ગંભીર ઈજાઓ થઇ હતી,જેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો,અને હિન્દૂ સંગઠન દ્વારા સોનગઢ બંધનું એલાન કરાયું હતું જેમાં આજરોજ સોનગઢ નગર સયંભુ બંધ રહ્યું હતું,ઘટના ની ગંભીરતા સમજી વાતાવરણ તંગ ન બને માટે ઉચ્ચ પોલીસ અધિકારી નો કાફલો પણ સમગ્ર સોનગઢ નગર માં ખડકી દેવામાં આવ્યો હતો.
સોનગઢ નગર માં ગતરોજ બે જૂથો વચ્ચે અથડામણ થતા બંને જૂથ ના લોકો આમને સામને આવી ગયા હતા,જેમાં એક મુસ્લિમ યુવક સહિત બેની ઈજાઓ થઇ હતી,ઇજાગ્રસ્તમાં જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ નિલેશભાઈ ચન્દ્રાત્રે ને ગંભીર ઈજાઓ થતા સોનગઢ નગર નું વાતાવરણ તંગ બની ગયું હતું,આ સમગ્ર ઘટના ને પગલે આજરોજ હિન્દૂ સંગઠન દ્વારા સોનગઢ બંધ નું એલાન આપવા માં આવ્યું હતું,જેમાં સયંભુ લોકો જોડાયા હતા ઘટના ની ગંભીરતા સમજી દક્ષિણ ગુજરાત ના રેન્જ આઈજી,તાપી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી જઈ લોકો ને સમજાવવા નો પ્રયત્ન કર્યો હતા,અને ઘટનાના દોષિતોને પકડવાની હૈયા ધરપત આપતા મામલો થાળે પડ્યો હતો,બીજી તરફ નગર માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવા માં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500