તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સમગ્ર તાપી જિલ્લામાં ગઈ કાલથી છુટાછવાયા હળવાથી ભારે વરસાદના ઝાંપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા.૨૫મી, જુલાઇ ગુરૂવારના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક સુધીમાં સોનગઢ તાલુકામાં ૧૦૧ મી.મી,ઉચ્છલ તાલુકામાં ૬૨ મી.મી,નિઝરમાં ૫૯ મી.મી, વાલોડ ૪૮મી.મી, વ્યારા ૨૨ મી.મી.,ડોલવણ ૧૫ મી.મી અને કુકરમુન્ડા ૦૪ મી.મી વરસાદ થયો છે.જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન તાલુકાવાર અત્યાર સુધીમાં સોનગઢ ૫૪૦ મી.મી,ઉચ્છલ ૩૯૩ મી.મી,નિઝર ૩૩૮ મી.મી,વાલોડ ૪૭૦મી.મી,વ્યારા ૩૯૦ મી.મી., ડોલવણ ૪૩૯ મી.મી અને કુકરમુન્ડા ૨૮૪ મી.મી મળી ૨૮૫૪ મી.મી.કુલ વરસાદ નોધાયો છે.આજે સવારે ૧૧ વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૨૭૮.૫૭ ફૂટ રહી છે.જિલ્લામાં આજે પણ સતત ઝરમર સાથે હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500