Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ના અગાસવાણ ગામે પત્ની સાથે આડો સંબંધ રાખતો હોવાનો વહેમ રાખી ઢોર ચરાવાવ નીકળેલા શખ્સ પર હુમલો

  • July 20, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢનાં અગાસવાણ ગામે કેલિયા ફળિયામાં રહેતા બિંદુભાઈ વાડીયાભાઈ ગામિત નાઓ તા.૧૯મી જુલાઇના રોજ ફળિયા માંથી ઢોર લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નારણભાઇ ભૂલાભાઈ ગામિતના ઘર નજીકથી પસાર થતી વેળાએ નારણભાઇ નાઓ ઘરમાંથી લાકડું લઈ બહાર દોડી આવ્યા હતા.અને બિંદુભાઈને જણાવ્યુ હતું કે તું મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે તેમ કહી બિંદુભાઈને માથાના ભાગે લાકડાનો સપાટો મારી દીધો હતો.અને ત્યાર બાદ શરીરના ભાગે લાકડાના સપાટા મારી ઇજા પહોંચાડતા બૂમાબૂમ કરતાં નારણભાઇ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.બિંદુભાઈને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application