Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ થતું અટકાવવા જીલ્લા કલેકટરને રજૂઆત

  • June 27, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ થતું અટકાવવા આદિવાસી સંગઠન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ-સોનગઢ દ્વારા તાપી જીલ્લા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આદિવાસીઓના હિતમાં કામ કરતું આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આજરોજ કરવામાં આવેલ રજૂઆત મુજબ,તાપી જિલ્લામાં મોટા ભાગના ગરીબ આદિવાસી લોકો રહે છે.નજીક ઉકાઈ ડેમ હોવા છતાં આકાશી ખેતી ઉપર આધાર રાખે છે.તાપી જીલ્લાની સરકારી રેફરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ગરીબ આદિવાસી તેમજ તમામને ખુબ જ સારી સેવા મળે છે.પરંતુ હાલમાં રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની વાત ચાલી રહી છે.તે અમો વખોડી કાઢીએ છીએ.આ રેફરલ હોસ્પિટલ સરકાર દ્વારા જ ચલાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.અગાઉ પણ તારીખ 07/11/2018 ના રોજ આ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.જેથી આપ સાહેબશ્રીને જણાવવાનું કે,આ રેફરલ હોસ્પિટલ વ્યારાનું ખાનગીકરણ રોકી સરકાર દ્વારા જ સંચાલન થાય તે મુજબ ઘટતું કરવા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ-સોનગઢ દ્વારા તાપી જીલ્લા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application