Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી આરટીઓ વિભાગ એક્શન મૂડ માં:નિયમો ભંગ કરી દોડતી સ્કૂલવાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા,સ્કૂલવાન ચાલકો હડતાળ મૂડ માં !! વાલીઓ દોડતા થયા

  • June 15, 2019 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલી આરટીઓએ ઉઘડતી સ્કૂલે જ સ્કૂલવાનને સાણસામાં લેતાં વેનચાલકો ફફડી ઊઠયા છે. આરટીઓએ બારડોલી વિસ્તારમાં ફરતી પ્રાઇવેટ પાર્સિંગની કેરલીક સ્કૂલવેન જપ્ત કરવાની સાથોસાથ મેમો પકડાવી દેતા સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.આરટીઓ વિભાગની કાર્યવાહીથી ફફડી ઉઠેલા કેટલાક સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી જતા આજરોજ વાલીઓ દોડતા થઇ ગયા હતા.નિયમ વિરુદ્ધ ફરતી કેટલી સ્કૂલવાન જમા થઇ જતાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા માટે દોડાદોડી કરવી પડી હતી.વાનના ચેકિંગ અભિયાનમાં આરટીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે.મોટેભાગનું સ્કૂલોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.જોકે, તક્ષશિલાની દુર્ઘટના બાદ આરટીઓ સ્કૂલવાનના મુદ્દે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નહીં હોવાનું જાણવા મળ્યું છે.તક્ષશિલાની આગમાં સરકારી અધિકારીઓ સામે કાયદાનો કોરડો વિંઝાતા હવે દરેક વિભાગના સરકારી અધિકારીઓ છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. ભવિષ્યમાં કોઇ અનઇચ્છનીય ઘટના બને અને પોતાની જવાબદારી ફિક્સ નહીં થાય તે માટે નીતિ નિયમમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.આવું જ કંઇ સ્કૂલવાનના મુદ્દે પણ જોવા મળી રહ્યું છે.શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે.આરટીઓએ નિયમની અવગણના કરી પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલવાન ફેરવતા સંચાલકોને સાણસામાં લેવાનું શરૂ કર્યુ હતું.આરટીઓ સ્ટાફ સાથે રસ્તા પર ઊતરી પડી કાર્યવાહી હાથ ધરી છે.સ્કૂલવાનમાં કેપેસિટી કરતાં વધુ બાળકો બેસાડવા,પ્રાઇવેટ પાસિંગ કરી ટેક્સી તરીકે ઉપયોગ કરવો સહિતના ગુનામાં જપ્ત કરવાની તેમજ મેમો ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવતા ફફડી ઉઠેલા સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી પડ્યા હતા.જેને લઇ વાલીઓ પોતાના વ્હાલસોય બાળકોને સ્કૂલમાં મુકવા તેમજ લેવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યાહતા.જોકે,આ અભિયાન આગામી દિવસમાં પણ યથાવત રહેશે.તેમજ આ વખતે તંત્ર દ્વારા કોઇને પણ બક્ષવામાં નહીં આવે તેવું જાણવા મળ્યું છે.ત્યારે આગામી દિવસોમાં સ્કૂલ સંચાલકો,સ્કૂલવાન ચાલકો અને આરટીઓ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠકનો દૌર યોજાય તેવું જાણવા મળ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application