તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:સુરત જીલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામના વિસ્તારમાં રહેતો 13 વર્ષનો વિદ્યાર્થી શાળામાં રિસેસ દરમ્યાન પોતાની શાળા નજીક આવેલ જાહેર શૌચાલયમાં પોતાના મિત્રો સાથે ગયો હતો.લઘુશંકા બાદ વિદ્યાર્થી શાળામાં રિસેસ હોય શાળા પરિસરની બહાર શૌચાલય નજીક મિત્રો સાથે રમતો હતો તે દરમિયાન બાબેનના 12 ગાળા ખાતે રહેતો સની ઉર્ફે ગદર રમેશ રાઠોડ ત્યાં આવ્યો હતો અને કિશોર સાથે રમી રહેલા અન્ય છોકરાઓને પથ્થર મારી ત્યાંથી ભગાડી મૂક્યા હતા.બાદમાં કિશોરને “મારી સાથે ચાલ નહીં તો તને જાનથી મારી નાંખી ઝાડી ઝાખરામાં ફેંકી દઇશ” એવી ધમકી આપી કિશોરને ખેંચીને નહેર ક્રોસ કરી ઝાડી-ઝાંખરાંમાં લઈ ગયો હતો ત્યાં સનીએ કિશોર સાથે બદકામ કરી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.તેની સાથે થયેલ દુષ્કૃત્ય અંગે વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને જાણ કરતાં શિક્ષકે શાળાના આચાર્યનું ધ્યાન દોર્યું હતું.આચાર્યએ તાત્કાલિક ભોગબનનાર વિદ્યાર્થીના વાલીઓને બોલાવી તેમના બાળક સાથે બનેલ ઘટના અંગે વાકેફ કર્યા હતા.ત્યારબાદ વાલીઓએ બારડોલી પોલીસને જાણ કરી દુષ્કૃત્ય આચારનાર સની ઉર્ફ ગદર રમેશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી 377,506(2) તેમજ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુયલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 3(એ) અને 4 મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application